Get The App

GT સામે હાર્યા બાદ રાજસ્થાન રૉયલ્સની આખી પ્લેઈંગ 11 દંડાઈ, BCCI એ કરી કાર્યવાહી

Updated: Apr 10th, 2025

GS TEAM


Google News
Google News
GT સામે હાર્યા બાદ રાજસ્થાન રૉયલ્સની આખી પ્લેઈંગ 11 દંડાઈ, BCCI એ કરી કાર્યવાહી 1 - image


GT vs RR IPL 2025: રાજસ્થાન રોયલ્સ ટીમને ગુજરાત ટાઇટન્સ સામે 58 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં રાજસ્થાનના બોલરોની જોરદાર ધોલાઈ થઈ હતી. ત્યારબાદ રાજસ્થાનના બેટર પણ ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 217 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. તેની સામે ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે મેચ હાર્યા બાદ BCCIએ રાજસ્થાન રોયલ્સ ટીમ સામે કાર્યવાહી કરી છે. સ્લો ઓવર રેટના કારણે કેપ્ટન સંજુ સેમસનને દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્લેઇંગ ઇલેવનના તમામ ખેલાડીઓ દંડાયા 

ઇન્ડિયન પ્રીમિયર લીગની અખબારી યાદી મુજબ, રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં સ્લો ઓવર રેટ જાળવી રાખ્યો હતો. IPL આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ વર્તમાન સિઝનમાં રાજસ્થાન રોયલ્સે બીજી વખત આ ગુનો કર્યો હતો, જે સ્લો ઓવર-રેટના ગુનાઓથી સંબંધિત છે. આ કારણે ટીમના કેપ્ટન સંજુ સેમસન પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઈમ્પેક્ટ પ્લેયર સહિત બાકીની પ્લેઈંગ ઈલેવનને 6 લાખ રૂપિયા અથવા તેમની સંબંધિત મેચ ફીના 25 ટકા, બેમાંથી જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ IPL 2025: ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રને હરાવ્યું, સાઇ સુદર્શન મેચનો હિરો

પરાગ કેપ્ટન બન્યો ત્યારે એ પણ દંડાયો હતો 

જ્યારે સંજુ સેમસન આંગળીમાં ઈજાથી પીડાતો હતો ત્યારે સિઝનની પ્રથમ ત્રણ મેચમાં રિયાન પરાગે રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરી હતી. ત્યારબાદ, ચેન્નઈ સુપર કિંગ્સ સામે ધીમી ઓવર રેટ માટે પરાગને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ T20 માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બન્યો હાર્દિક, જાણો ટોપ-5 ઓલરાઉન્ડર

રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા નંબરે

રાજસ્થાન રોયલ્સ ટીમ અત્યાર સુધી ચાલુ સિઝનમાં સારું પ્રદર્શન કરી શકી નથી. ટીમે આ સિઝનમાં પાંચ મેચ રમી છે, જેમાંથી તેણે માત્ર બેમાં જ જીત મેળવી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. 4 પોઇન્ટ સાથે તેનો નેટ રન રેટ માઈનસ 0.733 છે. ટીમ સાતમા નંબર પર છે.


Tags :