T20 માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બન્યો હાર્દિક, જાણો ટોપ-5 ઓલરાઉન્ડર
Image Source: Twitter
Top 5 Allrounders In T20 Cricket: મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા T20 ક્રિકેટમાં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બન્યો છે. અત્યાર સુધીમાં 12 ખેલાડીઓએ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. પંડ્યા આ IPL સિઝનમાં જબરદસ્ત ફોર્મમાં છે. તે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
હાર્દિક પંડ્યાએ સોમવારે RCB સામેની મેચમાં ઈતિહાસ રચી દીધો હતો. આ મેચમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. લિયામ લિવિંગસ્ટોનની વિકેટ T20માં તેની 200મી વિકેટ હતી. આમ તે T20 ક્રિકેટમાં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બની ગયો છે. ખાસ વાત એ છે કે આ જ મેચમાં તેના ભાઈ કૃણાલ પંડ્યાએ RCB તરફથી રમતા 4 વિકેટ ખેરવી હતી. હાર્દિકની વાત કરીએ તો તેણે IPL 2025માં અત્યાર સુધીમાં 10 વિકેટ ઝડપી છે અને લગભગ 169ના સ્ટ્રાઈક રેટથી 81 રન પણ બનાવ્યા છે.
ડ્વેન બ્રાવો
T20માં પંડ્યા સહિત અત્યાર સુધીમાં 11 ખેલાડીઓએ ઓછામાં ઓછા 5000 રન અને 200 વિકેટનો ડબલ ધમાલ મચાવી ચૂક્યા છે. પંડ્યાની આ યાદીમાં નવી એન્ટ્રી છે અને તેના સિવાય બાકીના તમામ ખેલાડીઓ વિદેશી છે. આ લિસ્ટમાં સૌથી વધુ 631 વિકેટ સાથે કેરેબિયન ખેલાડી ડ્વેન બ્રાવો ટોપ પર છે. તેણે 6970 રન પણ બનાવ્યા છે.
શાકીબ અલ હસન
આ ડબલ ધમાલ વાળી યાદીમાં બાંગ્લાદેશનો શાકિબ અલ હસન 492 વિકેટ અને 7438 રન સાથે બીજા સ્થાન પર છે.
આન્દ્રે રસેલ
વેસ્ટ ઈન્ડિઝના આન્દ્રે રસેલના નામે T20 ક્રિકેટમાં 470 વિકેટ અને 9018 રન છે.
મોહમ્મદ નબી
અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી પણ T20ના ટોપ ઓલરાઉન્ડરોની યાદીમાં છે. તેણે 6135 રન બનાવ્યા છે અને 369 વિકેટ લીધી છે.
સમિત પટેલ
આ પ્રતિષ્ઠિત યાદીમાં ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સમિત પટેલ પણ સામેલ છે. તેણે T20માં 6673 રન બનાવ્યા છે અને 352 વિકેટ પણ ઝડપી છે.