Get The App

ગાવસ્કરનો 46 વર્ષ જૂનો રેકોર્ડ તૂટવાની અણીએ, કે.એલ.રાહુલ ઈતિહાસ રચવાથી આટલા રન દૂર!

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
ગાવસ્કરનો 46 વર્ષ જૂનો રેકોર્ડ તૂટવાની અણીએ, કે.એલ.રાહુલ ઈતિહાસ રચવાથી આટલા રન દૂર! 1 - image


India vs England: તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમ જીત માટે સંઘર્ષ કરી રહી છે. ચોથી ટેસ્ટ મેચ ભલે ઈગ્લેન્ડનો હાથ ઉપર હોય, પરંતુ કે.એલ. રાહુલની બેટિંગથી ઈગ્લેન્ડ હચમચી ગયું છે. વર્ષો પછી ભારતની ટેસ્ટ ટીમને એક એવો ઓપનર મળ્યો છે જેમણે ઈંગ્લેન્ડની ધરતી પર ઘણાં રન બનાવ્યા છે. કે.એલ. રાહુલ આ સીરિઝમાં શાનદાર ફોર્મમાં છે, તે સુનીલ ગાવસ્કરના 46 વર્ષ જૂના રેકોર્ડ તોડી શકે છે.

માન્ચેસ્ટર ટેસ્ટના ચોથા દિવસે કે.એલ. રાહુલ 87 રન બનાવીને અણનમ રહ્યો. તેમણે સીરિઝમાં 508 રન ફટકાર્યા છે. જો કે.એલ રાહુલ મેચના પાંચમા અને અંતિમ દિવસે 35 વધુ રન બનાવે છે, તો તે ઇતિહાસ રચી શકે છે. આ 35 રન સાથે રાહુલ એશિયન ઓપનર તરીકે ઈગ્લેન્ડમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.

કે.એલ. રાહુલની નજર સુનીલ ગાવસ્કરનો વધુ એક રેકોર્ડ પર

ભારતીય કે.એલ. રાહુલ એશિયન ઓપનર તરીકે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ રન બનાવવાના સુનીલ ગાવસ્કરના રેકોર્ડ તોડી શકે છે. ઈનિંગની શરૂઆત કરતા સુનીલ ગાવસ્કરે તેમની સમગ્ર કારકિર્દીમાં ઈંગ્લેન્ડમાં 15 મેચોની 28 ઇનિંગમાં 41.14 ની સરેરાશ સાથે 1152 રન બનાવ્યા. બીજી તરફ કે.એલ. રાહુલે અત્યાર સુધી 12 મેચોની 24 ઇનિંગમાં 1105 રન બનાવ્યા છે. આ દરમિયાન રાહુલની સરેરાશ 48.04 રહી છે. જો તે છેલ્લા દિવસે 48 વધુ રન બનાવે છે, તો તે ઇંગ્લેન્ડમાં ઓપનર તરીકે નંબર-1 એશિયન બેટર પણ બની જશે.

આ પણ વાંચો: IND vs ENG : ઈંગ્લેન્ડના 669 રન સામે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં, રાહુલ-ગિલના સંઘર્ષ બાદ બીજી ઈનિંગમાં સ્કોર 174/2


ઈંગ્લેન્ડે ભારત પર 137 રનની લીડ મેળવી!

ઉલ્લેખનીય છે કે, માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન અને રિષભ પંતની અડધી સદીની મદદથી 358 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે જો રૂટ અને કેપ્ટન બેન સ્ટોક્સની સદીઓના આધારે પહેલી ઈનિંગમાં 669 રન બનાવ્યા હતા અને ભારત પર 311 રનની લીડ મેળવી હતી. ચોથા દિવસની રમતના અંત સુધીમાં, ભારતે 2 વિકેટ ગુમાવીને 174 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડ પાસે હજુ પણ 137 રનની લીડ છે.

Tags :