'અમ્પાયરે ખોટું કર્યું, ICCએ ધ્યાન આપવું જોઈએ...', લોર્ડ્સ ટેસ્ટ મુદ્દે કેમ ભડક્યો આર. અશ્વિન?
Ravi Ashwin criticises Paul Reiffel's umpiring: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ઘણા વિવાદાસ્પદ અંપાયરિંગ નિર્ણયો સામે આવ્યા છે, ખાસ કરીને ઑસ્ટ્રેલિયન અંપાયર પોલ રીફેલના. હાલમાં એન્ડરસન-તેંડુલકર ટ્રોફી સીરિઝ 1-1ની બરાબરી પર છે અને ચોથા દિવસે અંપાયરના કેટલાક નિર્ણયો પર ક્રિકેટપ્રેમી અને ભૂતપૂર્વ ખેલાડીઓએ તીખી પ્રતિક્રિયા આપી છે. ભારતના ભૂતપૂર્વ ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોલ રીફેલ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે ભારત સામે ખોટા નિર્ણયો આપવાનો એક પેટર્ન બની ગયો છે. જણાવી દઈએ કે અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર રીફેલ સાથેના પોતાના અનુભવો શેર કર્યા હતા.
અશ્વિને કહ્યું 'મારો અનુભવ પોલ રીફેલની સાથે એવો રહ્યો છે કે જ્યારે ભારતની બોલિંગ હોય છે ત્યારે તેઓ આઉટ નથી આપતા. જ્યારે ભારત બેટિંગ કરે છે ત્યારે તેઓ આઉટ આપે છે. આવું માત્ર ભારતની ટીમ સાથે જ નહીં પણ બીજી અન્ય દેશોની ટીમ સાથે પણ કરતાં હોય છે, તો ICCએ તેમની પર ધ્યાન આપવું જોઈએ'
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરુદ્ધ ICCની કડક કાર્યવાહી, મેચ ફીસના 15 ટકા દંડ
અશ્વિને આગળ કહ્યું કે મારા પિતા મારી સાથે મેચ જોઈ રહ્યા હતા અને તેમણે કહ્યું, 'જ્યારે પણ પોલ રીફેલ અંપાયર રહેશે, ભારત જીતશે નહીં.' એટલુ જ નહીં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન સ્પિનર અનિલ કુંબલેએ પણ રીફેલના નિર્ણયો પર પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે'એવું લાગે છે કે પોલ રીફેલે નક્કી કરી લીધું છે કે કંઇ પણ થાય, આઉટ આપવો જોઈએ નહીં..'