Get The App

પંજાબ કિંગ્સ માટે માઠા સમાચાર, આખી સિઝન માટે બહાર થયો દિગ્ગજ વિદેશી ઓલરાઉન્ડર

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
પંજાબ કિંગ્સ માટે માઠા સમાચાર, આખી સિઝન માટે બહાર થયો દિગ્ગજ વિદેશી ઓલરાઉન્ડર 1 - image


Glenn Maxwell ruled out of IPL 2025: IPL 2025ની સીઝન હાલમાં ખૂબ જ રોમાંચક દોરમાંથી પસાર થઈ રહી છે, જેમાં 10માંથી 9 ટીમો પ્લેઓફમાં પહોંચવાની રેસમાં સામેલ છે. તેમાં જ એક નામ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળની પંજાબ કિંગ્સની ટીમનું છે. પંજાબે અત્યાર સુધીમાં 10માંથી 6 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. આ વચ્ચે પંજાબ કિંગ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલ આખી સીઝન માટે બહાર થઈ ગયો છે. 

આંગળીમાં ફ્રેક્ટરના કારણે ટીમમાંથી બહાર થયો

પંજાબ કિંગ્સની ટીમે 1 મે ના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને ગ્લેન મેક્સવેલ IPL 2025 સીઝનની બાકીની મેચોમાંથી બહાર થવાની સત્તાવાર માહિતી આપી. બીજી તરફ તેમણે મેક્સવેલના સ્થાને કોઈપણ રિપ્લેસમેન્ટ ખેલાડીના નામનું એલાન નથી કર્યું. પંજાબ કિંગ્સ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'આંગળીના ફ્રેક્ચરના કારણે મેક્સવેલ બાકી રહેલી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. અમે તેના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.' તમને જણાવી દઈએ કે, ગ્લેન મેક્સવેલને IPL 2025ની મેગા હરાજીમાં પંજાબે 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 


મેક્સવેલ આ સિઝનમાં રહ્યો ફ્લોપ

જો આપણે IPL 2025 સીઝનમાં ગ્લેન મેક્સવેલના પ્રદર્શન પર નજર કરીએ તો તે આ સીઝનમાં ફ્લોપ રહ્યો છે, જેમાં તેણે 6 ઈનિંગ્સમાં 8ની એવરેજથી માત્ર 48 રન બનાવ્યા, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 97.95 હતો. બોલિંગમાં મેક્સવેલ છ ઈનિંગ્સમાં 27.5ની એવરેજથી ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. મેક્સવેલને તેના ખરાબ પ્રદર્શનને કારણે ઘણા પૂર્વ ખેલાડીઓની ટીકાનો પણ સામનો કરવો પડ્યો છે. પંજાબ કિંગ્સની ટીમ હાલમાં IPL 2025ના પોઈન્ટ ટેબલમાં 10 મેચમાં 13 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. હવે તે 4 મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ સામે પોતાની આગામી મેચ રમશે.

આ પણ વાંચો: ચેન્નઈ સુપર કિંગ્સમાં ધરમૂળથી ફેરફારના અણસાર! આ 6 ખેલાડીઓનું કપાઈ શકે પત્તું

Tags :