કંગાળ પાકિસ્તાનની ફજેતી... PSLમાં સદી ફટકારનારા બેટરને ઈનામમાં આપ્યું 'હેર ડ્રાયર'
'Hair Dryer' as Reward for Scoring a Century in PSL: પાકિસ્તાન સુપર લીગ 2025માં પાકિસ્તાની ખેલાડીઓ સિવાય વિદેશી ખેલાડીઓ પણ રમી રહ્યા છે. જેમને આઈપીએલમાં ખરીદવામાં નથી આવ્યા. હાલમાં એક પીએસએલની એક મેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કરાચી કિંગ્સ જેમ્સ વિંસને સદી ફટકાર્યા પછી ડ્રેસિંગ રુમમાં ઈનામ સ્વરુપે વિચિત્ર ભેટ મળી છે. જેની તસવીરો જોયા પછી લોકો પાકિસ્તાનની મજાક ઉડાવી રહ્યા છે.
આ પણ વાંચો: IPL 2025: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રોકાઈ હતી તે હોટલમાં લાગી આગ, કોઈ ઈજાગ્રસ્ત નહીં
હકીકતમાં કરાચી કિંગ્સના મુલ્તાન સુલ્તાન્સ સામે શનિવારે મેચ જીત્યા પછી તેના અભિયાનની શરુઆત કરી હતી. મોહમ્મદ રિઝવાને મેચમાં સદી પૂરી કરી હતી અને મુલ્તાને 3 વિકેટ પર 243 રન બનાવ્યા હતા. તેના જવાબમાં કરાચી કિંગ્સની ટીમ 4 વિકેટથી આ મેચ જીતી લીધી હતી.
આ પણ વાંચો: ધોની પાસે કોઈ જાદુની છડી નથી, નહીંતર...: ચેન્નઈ સુપર કિંગ્સના હેડ કોચનું મોટું નિવેદન
'એવોર્ડમાં ભેટ આપવામાં આવ્યું હેર ડ્રાયર'
મેચમાં કરાચી કિંગ્સના સ્ટાર જેમ્સ વિન્સે સદી પૂરી કરીને બધાના દિલ જીતી લીધી હતા. જેમ્સને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેની ઈનિંગ્સમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે મેચ પછી ડ્રેસિંગ રુમમાં મોસ્ટ રિલાયેબલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. પરંતુ એવોર્ડમાં તેને ભેટમાં હેર ડ્રાયર આપવામાં આવ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થઈ રહ્યો છે.