ભારત-પાકિસ્તાન મેચની લાઇવ સ્ટ્રીમિંગ નહીં થાય? કેન્દ્ર સરકાર પાસે માગ, સાંસદે લખ્યો પત્ર
India Pakistan Match Live Streaming: શિવસેના (UTB)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભારત અને પાકિસ્તાનની મેચ થવા પર તેની લાઇવ સ્ટ્રીમિંગ અને પ્રસારણ રોકવા માટે સૂચના અને પ્રસારણ મંત્રી અને આઈટીને પત્ર લખ્યો છે. સોશિયલ મીડિયા પર પત્ર શેર કરતા સાંસદે કહ્યું કે, આશા છે કે સરકાર એજ કરશે જે દેશ પોતાની સરકાર પાસેથી આશા રાખી રહ્યો છે. તેમણે કહ્યું કે, એક સાંસદ તરીકે નહીં પરંતુ એક નાગરિક તરીકે તેમણે પત્ર લખ્યો છે. દુનિયામાં પાકિસ્તાનને ઉઘાડું પાડવા માટે ભારતે પ્રતિનિધિમંડળ મોકલ્યું જેમાં તે પણ સામેલ હતા. તેવામાં ભારતનો પાકિસ્તાન સાથે મેચ રમવાનો નિર્ણય તેને સ્વીકાર્ય નથી.
નૈતિક સાહસની કમી: પ્રિયંકા ચતુર્વેદી
પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, બીસીસીઆઈ અને રમત મંત્રાલય દ્વારા એશિયા કપ અને પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં ભારતની ભાગીદારી પર અડગ રહેવાને લઈને નિરાશા થઈ છે. ખેલ ભાવનાનું બહાનું આપીને આ મેચને થવા દેવી આતંકવાદ ફેલાવનારા દેશ વિરૂદ્ધ ઉભા રહેવાની નૈતિક સાહસની કમીને દર્શાવે છે.
આ પણ વાંચો: ICCએ જાહેર કર્યું વનડે વર્લ્ડ કપનું નવુ શેડ્યૂલ, જાણો ક્યારે અને ક્યાં રમાશે ભારતની મેચ
1990-91માં પાકિસ્તાને કર્યો હતો બહિષ્કાર: પ્રિયંકા ચતુર્વેદી
પોતાના પત્રમાં વધુમાં લખ્યું કે, દુનિયાનો ઇતિહાસ આવા ઉદાહરણોથી ભરેલો પડ્યો છે, જ્યાં ઘણાં દેશોએ રમતથી ઉપર સિદ્ધાંતને પસંદ કર્યો. જેમ કે રંગભેદના સમયમાં દક્ષિણ આફ્રિકાનો બહિષ્કાર, દાયકાઓ સુધી ચાલેલા ઓલમ્પિકનો બહિષ્કાર અને હાલમાં પાકિસ્તાનની હોકી ટીમ દ્વારા તમામ મંજૂરી છતાં એશિયા હોકી કપમાં ભારતમાં રમવાનો ઇન્કાર કરવો. હું સરકારને એ પણ યાદ અપાવવા માગુ છું કે 1990-91માં ભારત-પાકિસ્તાન તણાવ વધવા પર પાકિસ્તાને એશિયા ક્રિકેટ કપનો બહિષ્કાર કર્યો હતો.
ભારતના લોકો આવી મેચ નથી જોવા ઇચ્છતા: પ્રિયંકા ચતુર્વેદી
શિવસેના (UTB) સાંસદે કહ્યું કે, ભારતના લોકો એવી મેચ નથી જોવા ઇચ્છતા જે 140 કરોડ નાગરિકોના દુઃખ અને આક્રોશથી લાભ કમાય. આપણે દેશભક્તિને અલગ-અલગ ભાગમાં ન વહેંચી શકે. જ્યારે હજુ પણ પાકિસ્તાન બોર્ડર પારના આતંકવાદમાં સંડોવાયેલું છે. જ્યારે આપણી સેનાના જવાન પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના ખાતમા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી રહ્યા છે, ત્યારે સરકાર ક્રિકેટ મેચોનું લાઇવ પ્રસારણ રાખીને આ સંકટને સામાન્ય અને વ્યાવસાયિક બનાવી રહી છે. રાષ્ટ્રીય હિત અને જનભાવનાઓને ધ્યાનમાં રાખવા માટે જરૂરી છે કે ભારત-પાકિસ્તાન મેચના તમામ ઓટીટી પ્લેટફોર્મ, વેબસાઇટ અને એપ પર લાઇવ સ્ટ્રીમિંગને રોકવામાં આવે.