'ચેમ્પિયન' ટીમ ઈન્ડિયાને PM મોદી અને રાહુલ ગાંધીએ આપી શુભેચ્છા, કહ્યું- 'ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયન્સ માટે પ્રેરણા'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi On Women's World Cup: મહિલા વર્લ્ડ કપ 2025માં ચેમ્પિયન બનીને આજે(3 નવેમ્બર) ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતે મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીની દીકરીઓને શુભકામના પાઠવી છે. PM મોદીએ કહ્યું કે, 'ભારતે શાનદારી પ્રદર્શન કર્યું, આ જીત ભવિષ્યની પેઢી માટે પ્રેરણારૂપ બનશે.'
મહિલા વર્લ્ડ કપ 2025માં ટીમ ઈન્ડિયાની જીત પર વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી
મહિલા વર્લ્ડ કપ 2025 ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત પર વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પોસ્ટ કરીને લખ્યું કે, 'ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ફાઇનલમાં ભારતીય ટીમનો શાનદાર વિજય. ફાઇનલમાં તેમનું પ્રદર્શન મહાન કૌશલ્ય અને આત્મવિશ્વાસથી ભરેલું હતું. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ ટીમવર્ક અને મક્કમતા દર્શાવી, ખેલાડીઓને અભિનંદન. આ ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયનોને રમતગમતમાં જોડાવા માટે પ્રેરિત કરશે.'
રાહુલ ગાંધીએ પણ પાઠવી શુભેચ્છા
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મહિલા વર્લ્ડ કપ 2025માં ચેમ્પિયન બનવા બદલ શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું કે, 'કેટલી ગર્વની ક્ષણ! આપણા દેશની મહિલાઓએ ઇતિહાસ રચીને લાખોના દિલમાં સ્થાન બનાવ્યું છે. તમારી હિંમત, ધૈર્યએ ભારતને ગૌરવ અપાવ્યું છે અને અનેક યુવતીઓને નિર્ભયતાથી સ્વપ્ન જોવાની પ્રેરણા આપી છે. તમે ફક્ત ટ્રોફી જ નહીં, પણ એક રાષ્ટ્રનો જુસ્સો પણ વધાર્યો છે.'
આ પણ વાંચો: મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન
જણાવી દઈએ કે, ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે આ મહામુકાબલો ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયો હતો. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. જેમાં ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 298 રન બનાવ્યા હતા. ભારતે શેફાલી અને દીપ્તિની ફિફ્ટીના દમ પર સાઉથ આફ્રિકાની સામે 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ 45.3 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાની 52 રને જીત થઈ છે. આ જીત સાથે ભારતની મહિલા ટીમ ચેમ્પિયન બની ગઈ છે.








