Sports

પંજાબમાં કબડ્ડી ખેલાડીને ગોળી મારનારો હુમલાખોર ઓળખાઈ ગયો, જુઓ તસવીર

By GS TEAM
17 Dec 20252 mins read
TukuTouch Logo
પંજાબના મોહાલી શહેરના બેદવાન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત 4 દિવસીય ટુર્નામેન્ટ દરમિયાન 15 ડિસેમ્બરે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતી. બાઈક પર આવેલા એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં કબડ્ડી ખેલાડી અને પ્રમોટર રાણા બલાચૌરીયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો છે. ફાયરિંગ બાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ પંજાબ પોલીસે તપાસ હાથ ધરી હતી. હવે આ હત્યાની તપાસમાં મોટું અપડેટ સામે આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંજાબમાં કબડ્ડી ખેલાડીને ગોળી મારનારો હુમલાખોર ઓળખાઈ ગયો, જુઓ તસવીર

Kabaddi Player Rana Balachoria Murder Case: પંજાબના મોહાલી શહેરના બેદવાન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત 4 દિવસીય ટુર્નામેન્ટ દરમિયાન 15 ડિસેમ્બરે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતી. બાઈક પર આવેલા એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં કબડ્ડી ખેલાડી અને પ્રમોટર રાણા બલાચૌરીયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો છે. ફાયરિંગ બાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ પંજાબ પોલીસે તપાસ હાથ ધરી હતી. હવે આ હત્યાની તપાસમાં મોટું અપડેટ સામે આવ્યું છે. 

પંજાબમાં કબડ્ડી ખેલાડીને ગોળી મારનારા હુમલાખોરની ઓળખ થઇ

કબડ્ડી ખેલાડી રાણાને ગોળી મારનારા હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે. આરોપ છે કે શૂટર્સ આદિત્ય કપૂર અને કરણ પાઠકે જ રાણા બલાચૌરીયા પર ગોળીબાર કર્યો હતો. હત્યાકાંડમાં ચાર શંકાસ્પદ લોકો સંડોવાયેલા હોવાની વાત સામે આવી રહી છે.

તપાસમાં સામે આવ્યું છે કે કબડ્ડી પ્રમોટર રાણા પર આદિત્ય કપૂર અને કરણ પાઠકે જ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. બંને પંજાબના અમૃતસરના રહેવાસી છે. બંને સામે પહેલાથી જ ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે. બંને જેલની સજા પણ ભોગવી ચૂક્યા છે. બંને શૂટર્સ બંબીહા ગેંગ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. હત્યામાં વધુ બે શૂટરોની સંડોવણીના પુરાવા સામે આવ્યા છે. તેમની ઓળખ રોહિત કારતૂસ અને ગૌરવ રાઠી તરીકે થઈ છે. તેઓ હાલમાં ફરાર છે.

પંજાબ પોલીસની ઘણી ટીમો શૂટર્સની તલાશ કરી રહી છે. અત્યાર સુધીની તપાસ પ્રમાણે આ હત્યાકાંડને માત્ર કબડ્ડી ખેલાડીઓ અને કબડ્ડી લીગ સામે ગેંગસ્ટરની ધમકીઓને કારણે જ અંજામ આપવામાં આવ્યો છે. સિદ્ધૂ મુસેવાલા એંગલ અત્યાર સુધીની તપાસમાં સામે નથી આવ્યું. 

આ પણ વાંચો: પંજાબમાં લાઇવ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ, ખેલાડી રાણા બલાચૌરીયાની હત્યા, બંબીહા ગેંગે જવાબદારી લીધી

લાઈવ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ

તમને જણાવી દઈએ કે, સોમવારે પંજાબના મોહાલીમાં કબડ્ડી ખેલાડી અને પ્રમોટર રાણા બાલાચૌરિયાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. લાઈવ કબડ્ડી મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર રાણાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સેલ્ફી લેવાના બહાને ત્રણ યુવાનો તેમની પાસે આવ્યા હતા. તેમાંથી એકે કથિત રીતે કપડાથી ચહેરો ઢાંક્યો હતો, જ્યારે બીજાએ નજીકથી ગોળીબાર કર્યો હતો. ગોળીબાર બાદ હુમલાખોરો તરત જ ભાગી ગયા હતા.