BCCIને મનાવવા PCBએ શરૂ કર્યો નવો પેંતરો, વર્લ્ડ કપ અને એશિયા કપ પર ICC પાસે કરી ખાસ માંગ
આ વર્ષે વનડે વર્લ્ડ કપ ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારતમાં રમાનાર છે
BCCIએ પાકિસ્તાનના હાઈબ્રિડ મોડલને પણ સ્વીકાર્યું નથી
Image : Twitter |
ICCના મોટા અધિકારીઓ હાલમાં પાકિસ્તાના પ્રવાસ પર ગયા છે. ICCના CEO અને અધ્યક્ષ હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં તેમની ભાગીદારી અંગે ચર્ચા કરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન PCBએ ICCને ભારતીય ક્રિકેટ બોર્ડને મનાવવા માટે કહ્યું છે. આ વર્ષે વનડે વર્લ્ડ કપ ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારતમાં રમાનાર છે.
PCBએ ICC સામે રાખી આ શરત
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે નવો પેંતરો શરુ કર્યો છે. હવે પાકિસ્તાનની ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ત્યારે જ ભાગ લેશે જ્યારે દેશના ક્રિકેટ બોર્ડને ખાતરી આપવામાં આવે કે ભારતીય ટીમ 2025ની ICC ચેમ્પિયન ટ્રોફી રમવા માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવા જશે. PCBના નેતૃત્વ જૂથે ICCના અધ્યક્ષ ગ્રેગ બ્રેકલી અને CEO જ્યોફ એલાર્ડિસ સમક્ષ આ માંગણી મૂકી છે. PCBની વચગાળાની વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ નજમ સેઠીએ તાજેતરમાં ચેતવણી આપી હતી કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એશિયા કપ 2023 માટે પોતાની ટીમને દેશમાં મોકલવાના ઇનકારને કારણે પાકિસ્તાન વર્લ્ડ કપનો બહિષ્કાર કરી શકે છે. પાકિસ્તાન BCCI દ્વારા રજૂ કરવામાં આવેલા હાઇબ્રિડ મોડલ પર 2023માં એશિયા કપ રમવા માટે પણ તૈયાર છે.
કોહલી, બાબર કે સૂર્યા નહીં, આ ખેલાડી બન્યો ક્રિકેટનો નવો કિંગ, ત્રણેય ફોર્મેટમાં દેખાડ્યો દમ
ભારત ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન આવે : PCB
BCCIએ પણ પાકિસ્તાનના હાઈબ્રિડ મોડલને સ્વીકાર્યું નથી કારણ કે જો આ ટૂર્નામેન્ટમાં આવું થાય છે તો પાકિસ્તાન વર્લ્ડ કપ માટે પણ આ જ માંગ કરી શકે છે. જો કે એશિયા કપ ICCની ચિંતાથી દૂર છે પરંતુ તેના કારણે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી પણ અસ્પષ્ટ છે. આ કારણોસર, PCBએ ICCને પહેલા ભારતની સંમતિ લેવા કહ્યું છે કે ભારતની ટીમ 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન આવશે.