કોહલી, બાબર કે સૂર્યા નહીં, આ ખેલાડી બન્યો ક્રિકેટનો નવો કિંગ, ત્રણેય ફોર્મેટમાં દેખાડ્યો દમ
પોતાના પ્રદર્શને કારણે હાલમાં તેની ખુબ ચર્ચા થઈ રહી છે
આ વર્ષના પાંચ મહિનામાં જ તેણે પોતાના પ્રદર્શની બધાને ખુશ કર્યા
Image : Twitter |
ક્રિકેટમાં હંમૈશા નંબર વન બેટ્સમેનની ચર્ચા થતી રહેતી હોય છે. તેમા પણ કોહલી, બાબર અને સુર્યા વચ્ચે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કોણ વધારે બેસ્ટ છે તે અંગે ખુબ ચર્ચા થાય છે. જો કે આ બધા વચ્ચે એક બેટ્સમેન કે જેણે હાલમાં જ જોરદાર પ્રદર્શન કરીને નંબર વનની બાદશાહત હાંસલ કરી છે. તે બીજુ કોઈ નહી પણ ભારતના સ્ટાર બેટ્સમેન અને ગુજરાત ટાઈટન્સના ઓપનર શુભમન ગીલ છે.
ગિલના શાનદાર પ્રદર્શનથી ગુજરાત IPL 2023માં ફાઈનલમાં પહોંચી
સામાન્યા રીતે સોશ્યલ મીડિયામાં વિરાટ કોહલી, બાબર આઝમ અને સુર્યકુમારની બેટિંગ અંગે ચર્ચા થતી રહેતી હોય છે. જો કે આ વખતની IPLની સીઝનમાં ગિલે એવુ પ્રદર્શન કર્યુ છે કે ટીમ લીગની ફાઈનલમાં પહોંચી ગઈ હતી. પોતાના ધારદાર પ્રદર્શનને કારણે હાલ ગિલની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. ટેસ્ટ ક્રિકેટ હોય કે વનડે કે પછી T-20 હોય શુભમન ગીલે આ વર્ષે દરેક ફોર્મેટમાં ઓછામાં ઓછી એક સદી તો ફટકારી છે. ગિલે આ વર્ષે ક્રિકેટના દરેક ફોર્મેટમાં બધાને પાછળ છોડી દીધા છે. ગિલે 2023માં કુલ 35 ઈનિંગમાં 60.32ની એવરેજથી 1870 રન ખડકી દીધા છે. આ સાથે જ તે ટેસ્ટ ક્રિકેટ હેય કે વનડે કે પછી T20 ક્રિકેટ હોય 2023માં ગિલ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
વર્ષ 2023માં સૌથી વધુ રન (FC/LA/T20)
બેટ્સમેન | રન | ઈનિંગ | એવરેજ | સદી |
શુભમન ગિલ | 1870 | 35 | 60.32 | 08 |
ડેવોન કોનવે | 1419 | 33 | 45.77 | 03 |
મોહમ્મદ રિઝવાન | 1406 | 34 | 56.24 | 01 |
વિરાટ કોહલી | 1363 | 29 | 52.42 | 05 |
એડન મારક્રમ | 1329 | 38 | 41.53 | 03 |
ગિલ આ વર્ષે ત્રણેય ફોર્મેટમાં બેસ્ટ
શુભમન ગિલે આ વર્ષે બે ટેસ્ટમાં 51ની એવરેજથી એક સદી સાથે 154 રન બનાવ્યા છે. વનડેની વાત કરવામાં આવે તો તેણે 9 મેચમાં 78ની એવરેજથી 3 સદી સાથે 624 રન બનાવ્યા છે. આ ઉપરાંત ગિલે આંતરરાષ્ટ્રિય T-20ની 6 મેચમાં 40ની એવરેજથી એક સદી સાથે 202 રન તેમજ IPL 2023માં 17 મેચમાં 59 કરતા પણ વધારે એવરેજથી 3 સદી સાથે 890 રન કર્યા છે. શુભમન ગીલે IPL 2023માં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. તેણે આ સીઝનમાં 890 રન બનાવ્યા હતા. આ સાથે જ ગિલ IPLમાં ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી બની ગયો હતો. શુભમન ગીલે ફક્ત IPLમાં જ નહીં પણ 2023માં દરેક ફોર્મેટની વાત કરીએ તો પણ તેણે બીજા બેટ્સમેન કરતા વધારે રન કર્યા છે.
શુભમન ગિલનું 2023માં પ્રદર્શન
ફોર્મેટ | મેચ | રન | એવરેજ | સદી |
ટેસ્ટ | 02 | 154 | 51.33 | 01 |
વનડે | 09 | 624 | 78.00 | 03 |
T-20 | 06 | 202 | 40.40 | 01 |
IPL | 17 | 890 | 59.33 | 03 |
શુભમન પાસે WTCમાં શાનદાર પ્રદર્શનની આશા
ગિલે આ વર્ષના પાંચ મહિનામાં જ આટલા રન ફટકારી દીધા છે તો હજુ વર્ષને પુરુ થવામાં સાત મહિના બાકી છે ત્યારે ગિલના બેટથી હજુ પણ વધુ રન જોવા મળવાની આશા છે. હાલ શુભમન ગિલ ફોર્મમાં છે અને હવે તેની નજર WTCની ફાઈનલ પર રહેશે જેમા તે શાનદાર ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને ચેમ્યિયન બનાવી શકે છે. શુભમન ગીલ પર મોટી જવાબદારી રહેશે. આ ફાઈનલ બાદ આગળ શુભમન ગિલ પાસે એશિયા કપ અને વનડે વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શનનો મોકો મળશે.