5 પાકિસ્તાની ક્રિકેટર જેમણે પત્ની સાથે દગો કર્યો! બીજા-ત્રીજા લગ્ન પણ કર્યા
Pakistani Cricketers: પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઘણા એવા દિગ્ગજ ખેલાડીઓ રહ્યા છે જેઓ તેમની રમતની સાથે-સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. ખાસ કરીને એકથી વધુ લગ્ન કરવાને લઈને તેઓ ચર્ચામાં રહ્યા છે. આ મામલે પાકિસ્તાની ક્રિકેટરોનું એક લાંબુ લિસ્ટ છે, પરંતુ આજે એવા પાંચ પાકિસ્તાની ક્રિકેટરો વિશે જાણીશું.
શોએબ મલિક
આ લિસ્ટમાં શોએબ મલિક ટોપ પર છે. શોએબ મલિકે ગત વર્ષે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે ત્રીજી વાર લગ્ન કર્યા હતા. તેના પહેલા લગ્ન 2002માં આયેશા સિદ્દીકી સાથે થયા હતા. શોએબે 2010માં આયેશાને ડિવોર્સ આપીને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. જોકે, શરૂઆતમાં શોએબે આયેશા સાથેના પોતાના લગ્નનો સ્વીકાર નહોતો કર્યો.
ઈમરાન ખાને પણ ત્રણ લગ્ન કર્યા
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ઈમરાન ખાને પણ ત્રણ લગ્ન કર્યા છે. ઈમરાનના પહેલા લગ્ન 1995માં બ્રિટનની સોશિયલ વર્કર જેમિમા ગોલ્ડસ્મિથ સાથે થયા હતા અને 2004માં તેમના ડિવોર્સ થઈ ગયા હતા.ત્યારબાદ તેમના બીજા લગ્ન 2015માં બ્રિટિશ-પાકિસ્તાની પત્રકાર રેહમ ખાન સાથે થયા હતા, પરંતુ આ લગ્ન માત્ર નવ મહિના જ ચાલ્યા હતા. તેમના ત્રીજા લગ્ન 2018માં બુશરા બીબી સાથે થયા હતા. બુશરા એક આધ્યાત્મિક ગુરુ છે.
વશીમ અકરમે પણ કર્યા છે બે લગ્ન
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર વસીમ અકરમે પણ બે વાર લગ્ન કર્યા છે. વસીમ અકરમના પહેલા લગ્ન હુમા મુફ્તી સાથે 1995માં થયા હતા. દુઃખદ વાત એ છે કે હુમાનું 2009માં નિધન થઈ ગયુ હતું. ત્યારબાદ 2013માં વસીમ અકરમે ઓસ્ટ્રેલિયન શેનિયરા થોમ્પસન સાથે લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો: ઇસરોનું મિશન NISAR: ભૂકંપ, ભૂસ્ખલન અને ત્સુનામી સહિતની આફત આવે તે પહેલાં જ મળશે એલર્ટ
મોહસીન ખાને રીના રૉય સાથે કર્યા હતા લગ્ન
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાને પણ બે લગ્ન કર્યા હતા. તેના પહેલા લગ્ન 1983માં અભિનેત્રી રીના રૉય સાથે થયા હતા. આ લગ્ન માટે રીનાએ પોતાની ફિલ્મી કારકિર્દી છોડી દીધી હતી, પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને તેમના ડિવોર્સ થઈ ગયા ત્યારબાદ મોહસીન અને રીના બંનેએ બીજા લગ્ન કરી લીધા હતા.
મિસ્બાહ ઉલ હક
પાકિસ્તાન ક્રિકેટ ટીમનાપૂર્વ દિગ્ગજ મિસ્બાહ ઉલ હક વિશે પણ એવું પણ કહેવામાં આવે છે કે તેણે બે વાર લગ્ન કર્યા છે. જોકે, જાણકારીમાં તેની પહેલી બેગમ ઉઝમા ખાનનું નામ જ સામે આવે છે. તેના બીજા લગ્નની પુષ્ટિ કરવી મુશ્કેલ છે.