બાબર આઝમની કોહલી સાથે તુલના કરતા ભડક્યો પાકિસ્તાની ક્રિકેટર, કહ્યું- 'વિરાટ અતુલનીય...'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Virat Kohli vs Babar Azam Comparison: પાકિસ્તાની ખેલાડી બાબર આઝમની તુલના વિશ્વના મહાન ક્રિકેટર વિરાટ કોહલી સાથે થઈ રહી છે. જો કે, કેટલાક દિગ્ગજ ખેલાડીઓનું માનવું છે કે, વિરાટ બાબર આઝમની તુલનામાં ઘણો મોટો ખેલાડી છે અને રેકોર્ડ મામલે પણ ઘણો આગળ છે, તે અતુલનીય છે. જેથી કરીને તેમની સરખામણી ન થવી જોઈએ. પાકિસ્તાના પૂર્વ ક્રિકેટર અહમદ શેહઝાદ પણ માને છે કે, આ બંનેની સરખામણી ન કરાય. જોકે તેની પાછળ તેમનું માનવું છે કે, આવું કરવાથી બાબર પર પર્ફોર્મન્સનું દબાણ વધી શકે છે.
આ પણ વાંચો: દિગ્ગજ ક્રિકેટર સુરેશ રૈના મુશ્કેલીમાં ફસાયો, સમન્સ બાદ ED સમક્ષ પૂછપરછ માટે હાજર
એક ઇન્ટરવ્યૂમાં શહઝાદ અહેમદે કહ્યું કે, આ પ્રકારની તુલના કરવાથી ખેલાડીઓ પર બિનજરૂરી દબાણ વધે છે, આ વાત બાબર આઝમના તાજેતરના પ્રદર્શનમાં સ્પષ્ટપણે જોવા મળ્યું. તેમનું માનવું છે કે આ સરખામણી યોગ્ય નથી.
શહઝાદે બાબર આઝમની વિરાટ કોહલી સાથે સરખામણી કરવા પર શું કહ્યું
અહેમદે કહ્યું કે, 'આ બધું ત્યારે બરાબર હતું, જ્યારે તમે ખેલાડીઓની તુલના માટેની ઝુંબેશ ચલાવી રહ્યા હતા. હવે જ્યારે તે ફોર્મમાં નથી, ત્યારે તમે કહી રહ્યા છો કે 2 ખેલાડીઓની સરખામણી ન કરો. વિરાટ કોહલીની સરખામણી દુનિયાના કોઈની સાથે ન થઈ શકે. તે આ પેઢીનો એક દિગ્ગજ ખેલાડી છે, એક આદર્શ છે.'
આ વિશે વધુ વાત કરતા તેમણે વધુમાં કહ્યું કે 'તમે તેની તુલના એમએસ ધોની સાથે પણ ન કરી શકો. ધોની નિઃશંકપણે એક મહાન કેપ્ટન રહ્યો છે, પરંતુ એક બેટર, ક્રિકેટર અને એક ખેલાડી તરીકે કોહલી એકલો છે. કોઈની પણ સાથે સરખામણી ન કરવી જોઈએ, આ બિલકુલ યોગ્ય નથી અને આમ કરવાથી ખેલાડીઓ પર વધારાનું દબાણ આવે છે. બાબર આઝમના તાજેતરના ફોર્મમાં આ સ્પષ્ટપણે જોવા મળે છે.'
2 વર્ષથી બાબર આઝમે કોઈ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી નથી
આગામી એશિયા કપમાં બાબર આઝમ રમવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તે આ વર્ષે એક પણ T20 મેચ નથી રમ્યો. PCB તેને સતત ડ્રોપ કરી રહ્યું છે. તેણે આંતરરાષ્ટ્રીય સદી ફટકાર્યાને પણ લગભગ 2 વર્ષ થઈ ગયા છે. બાબર આઝમે છેલ્લે વર્ષ 2023 માં નેપાળ સામે આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. આજે સમાપ્ત થયેલી વેસ્ટ ઈન્ડિઝ ODI સીરિઝની છેલ્લી મેચમાં તે માત્ર 9 રન બનાવી શક્યો હતો, તે પહેલાં તે બીજી ODI માં પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો.
વિરાટ કોહલી અને બાબર આઝમની આંતરરાષ્ટ્રીય કરિયર
વિરાટ કોહલી અંગે વાત કરવામાં આવે તો તેણે T20 વર્લ્ડ કપ 2024 જીત્યા પછી આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી, ત્યારબાદ તેણે આ વર્ષે ટેસ્ટને પણ અલવિદા કરી દીધુ છે. હવે વિરાટ કોહલી માત્ર ODI ફોર્મેટમાં રમે છે. ભારતની આગામી ODI શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે છે.
વિરાટ કોહલી
ટેસ્ટ: 123 મેચમાં 9230 રન, 30 સદી અને 31 અડધી સદી
T20:302 મેચમાં 14181 રન, 51 સદી અને 74 અડધી સદી
વનડે: 125 મેચમાં 4188 રન, 1 સદી અને 38 અડધી સદી
બાબર આઝમ
ટેસ્ટ: 59 મેચમાં 4235 રન, 9 સદી અને 29 અડધી સદી
T20: 134 મેચમાં 6291 રન, 19 સદી અને 37 અડધી સદી
વનડે: 128 મેચમાં 4223 રન, 3 સદી અને 36 અડધી સદી









