Get The App

દિગ્ગજ ક્રિકેટર સુરેશ રૈના મુશ્કેલીમાં ફસાયો, સમન્સ બાદ ED સમક્ષ પૂછપરછ માટે હાજર

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
દિગ્ગજ ક્રિકેટર સુરેશ રૈના મુશ્કેલીમાં ફસાયો, સમન્સ બાદ ED સમક્ષ પૂછપરછ માટે હાજર 1 - image


Suresh Raina On ED Radar For Betting Apps: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર બેટર સુરેશ રૈનાને ઈડીએ સમન્સ પાઠવી આજે પૂછપરછ માટે દિલ્હી ઓફિસ બોલાવ્યો હતો. સુરેશ રૈના આજે બુધવારે ઈડીની ઓફિસ પહોંચ્યો હતો. જ્યાં તેની પૂછપરછ થઈ રહી છે. આ મામલો બેટિંગ એપ 1xBet સાથે જોડાયેલો છે. 

જાણકારી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ઈડીએ ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ્સ વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે. જેમાં સરકાર દ્વારા પ્રતિબંધિત બેટિંગ પ્લેટફોર્મ 1xBet, FairPlay, Parimatch, Lotus365ની જાહેરાતો જાણીતા ફિલ્મી અભિનેતા-અભિનેત્રી તથા ક્રિકેટર્સ દ્વારા થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. સુરેશ રૈના પણ 1xBetની જાહેરાત કરતો જોવા મળ્યો છે. જેથી ઈડીએ તેની પૂછપરછ શરૂ કરી છે.

હરભજન સિંહ, યુવરાજ સિંહ જેવા ખેલાડીઓની પણ પૂછપરછ

આ બેટિંગ પ્લેટફોર્મ્સ માટે વિજ્ઞાપન કરવાના કેસમાં ઈડીએ અન્ય પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, યુવરાજ સિંહ ઉપરાંત સોનૂ સુદ અને ઉર્વશી રૌતેલા જેવી ફિલ્મી હસ્તીઓની પણ પૂછપરછ કરી હતી. સુરેશ રૈનાને બેટિંગ એપએ ગત વર્ષે ડિસેમ્બરમાં જ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો.  બેટિંગ કંપની તરફથી સુરેશ રૈનાની ભૂમિકાને રિસ્પોન્સિબલ ગેમિંગ એમ્બેસેડર નામ આપવામાં આવ્યું હતું. તેમજ નિવેદન આપ્યું હતું કે, તે અમારી બ્રાન્ડના પ્રથમ એમ્બેસેડર છે. અમારી આ પાર્ટનરશીપ સ્પોર્ટસ બેટિંગના ચાહકોને જવાબદારી સાથે બેટિંગ કરવા પ્રોત્સાહિત કરશે. 

આ પણ વાંચોઃ 2030 કોમનવેલ્થ ગેમ્સની મેજબાની માટેના બિડને IOAની મંજૂરી, અમદાવાદના નામનો પ્રસ્તાવ

1xBet પર મૂકાયો આ આરોપ

ભારતમાં 1xBet, FairPlay, Parimatch અને Lotus365 જેવા બેટિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ છે. ED ના સૂત્રો અનુસાર, આ બેટિંગ પ્લેટફોર્મ તેમની જાહેરાતોમાં 1xbat અને 1xbat Sporting Lines જેવા ઉપનામોનો ઉપયોગ કરી રહ્યા છે. આ જાહેરાતોમાં ઘણીવાર QR કોડ હોય છે, જે યુઝરને બેટિંગ સાઇટ્સ પર લઈ જાય છે. આ પ્લેટફોર્મ ઘણીવાર પોતાને સ્કિલ્ડ-આધારિત ગેમિંગ પ્લેટફોર્મ તરીકે પ્રમોટ કરે છે, પરંતુ તેઓ નકલી અલ્ગોરિધમનો ઉપયોગ કરીને સટ્ટાબાજી  જેવા કાર્યો કરી રહ્યા છે.

રૈનાને આ સવાલો કરાયા

સૂત્રોના જણાવ્યા અનુસાર, ED દ્વારા સુરેશ રૈનાની પૂછપરછ માટે તૈયાર કરાયેલા સવાલોની યાદીમાં 1xBet જેવા પ્લેટફોર્મના ગેરકાયદેસર જુગાર સંચાલનથી લઈને નાણાકીય વ્યવહારોની વિગતો સુધીના પ્રશ્નો સમાવિષ્ટ છે. 

  • શું તમે જાણો છો કે તમે જે પ્લેટફોર્મને સમર્થન આપો છો, જેમ કે 1xBet, તે ભારતીય કાયદા મુજબ ગેરકાયદેસર જુગારની કામગીરી સાથે સંકળાયેલા છે?
  • શું તમે 1xBet અથવા તેના પેટાકંપની પ્લેટફોર્મ જેમ કે 1xbat ના સમર્થન આપવા સંબંધિત કોઈપણ કરાર, અથવા નાણાકીય વ્યવહારોની વિગતો આપી શકો છો?
  • શું તમને જાહેરાતોમાં સરોગેટ નામો (જેમ કે 1xbat) અથવા QR કોડના ઉપયોગ વિશે જાણ કરવામાં આવી હતી જે યુઝરને ગેરકાયદેસર બેટિંગ સાઇટ્સ પર લઈ જાય છે?
  • શું તમને આ જાહેરાતો માટે પેમેન્ટ મળ્યું છે? જો હા, તો કયા એન્ટિટી અથવા એકાઉન્ટ્સ દ્વારા પૈસા ચૂકવવામાં આવ્યા હતા?
  • શું તમે અથવા તમારા પ્રતિનિધિઓએ બેટિંગ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવા માટે કરાર કરતા પહેલા તેની કાયદેસરતાની ખાતરી કરી હતી?
  • શું તમે જાણો છો કે આ પ્લેટફોર્મ ફેક અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરે છે અને સ્કિલ્ડ-આધારિત ગેમ્સના બદલે સટ્ટાકીય પ્રવૃત્તિ તરીકે વર્ગીકૃત છે?
  • પાર્ટનરશીપ દરમિયાન 1xBet અથવા સંબંધિત પ્લેટફોર્મના ઓપરેટરો સાથે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ વાતચીત થઈ હતી?
  • શું તમે આ પ્લેટફોર્મનો પ્રચાર એવા પ્રદેશોમાં કર્યો હતો જ્યાં ઓનલાઈન બેટિંગ પર પ્રતિબંધ છે?

દિગ્ગજ ક્રિકેટર સુરેશ રૈના મુશ્કેલીમાં ફસાયો, સમન્સ બાદ ED સમક્ષ પૂછપરછ માટે હાજર 2 - image

Tags :