Get The App

એશિયા કપ અને જૂનિયર હોકી વર્લ્ડ કપ માટે ભારત આવશે પાકિસ્તાની હોકી ટીમ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
એશિયા કપ અને જૂનિયર હોકી વર્લ્ડ કપ માટે ભારત આવશે પાકિસ્તાની હોકી ટીમ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી 1 - image


Govt Allows Pakistan Hockey Team To Play In India: પાકિસ્તાનની હૉકી ટીમ આગામી મહિને ભારતમાં યોજાનારા એશિયા કપમાં ભાગ લઈ શકશે. કેન્દ્રીય ખેલ મંત્રાલયના એક સૂત્રે આ અંગે માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે પાકિસ્તાનની હૉકી ટીમને એશિયા કપ અને જૂનિયર હૉકી વર્લ્ડ કપ રમવા ભારત આવવા મંજૂરી આપી છે.  

શું કહ્યું કેન્દ્ર સરકારે?

ખેલ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, અમે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં કોઈપણ ટીમને ભારતમાં રમતા અટકાવવા માગતા નથી. પરંતુ દ્વિપક્ષીય મુકાબલાનો મામલો અલગ છે. એશિયા કપ હૉકી ટુર્નામેન્ટ 27 ઑગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીરમાં રમાશે.

આ પણ વાંચોઃ લિવરપુલ ક્લબના 28 વર્ષીય સ્ટાર ફૂટબોલરનું કાર અકસ્માત મોત, 10 દિવસ અગાઉ થયા હતા લગ્ન

ભારત-પાકિસ્તાન તંગદિલીથી મૂંઝવણમાં આ મુદ્દો

પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. જેના લીધે ભારતમાં યોજાનારા એશિયા કપ હૉકી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ભાગ લેશે કે કેમ તે મુદ્દે મૂંઝવણ હતી. જો કે, કેન્દ્ર સરકાર તરફથી આ જાહેરાત બાદ આ મૂંઝવણ દૂર થઈ છે. એશિયા કપ ઉપરાંત નવેમ્બર-ડિસેમ્બરમાં રમાનારી જૂનિયર વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પણ પાકિસ્તાનને ભાગ લેવા મંજૂરી આપી છે.

સરકારના નિર્દેશોનું પાલન કરીશુંઃ હોકી ઇન્ડિયા

હોકી ઇન્ડિયાના સચિવ ભોલનાથ સિંહે પાકિસ્તાન ટીમની ભારતમાં એન્ટ્રી મુદ્દે જણાવ્યું હતું કે, અમે સરકારના નિર્દેશો અનુસાર કામ કરીશું. સરકાર જે નિર્ણય લેશે, તેનુ પાલન કરીશું. હોકી ઇન્ડિયા કોઈપણ રાજકીય નિર્ણયોમાં દખલગીરી નહીં કરે. 

એશિયા કપ અને જૂનિયર હોકી વર્લ્ડ કપ માટે ભારત આવશે પાકિસ્તાની હોકી ટીમ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી 2 - image

Tags :