હાર પચાવી ના શક્યું પાકિસ્તાન... સતત રિપોર્ટ થવાના કારણે અભિષેક શર્માનું X એકાઉન્ટ સસ્પેન્ડ! જાણો મામલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Asia Cup 2025: ભારતીય બેટર અભિષેક શર્મા એશિયા કપમાં શાનદાર બેટિંગ કરીને રનનો વરસાદ કરી રહ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં તેણે બોલરોની એવી ધુલાઈ કરી કે, મેચ એકતરફી થઈ ગઈ. અભિષેકની શાનદાર બેટિંગના કારણે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી હતાશ થયેલા પાકિસ્તાનીઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ રિપોર્ટ કરવાનું શરુ કરી દીધુ હતું. સતત રિપોર્ટિંગ થવાના કારણે અભિષેકનું X પ્રોફાઇલ સસ્પેન્ડ થઈ ગયું હતું. મીડિયા રિપોર્ટસ્ પ્રમાણે પાકિસ્તાની ચાહકો સતત તેમની X પ્રોફાઇલનો રિપોર્ટ કરી રહ્યા હતા. જેના કારણે હવે અભિષેકનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. X પર તેમની પ્રોફાઇલ સર્ચ કરવા પર 'એકાઉન્ડ સસ્પેન્ડેડ' લખેલું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રવિન્દ્ર જાડેજા બન્યો VC
હાઇ- વોલ્ટેજ રહી હતી મેચ
દુબઈમાં યોજાયેલી સુપર 4 મેચમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. મેચ શરુ થતાં જ બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો હતો. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટોસ પછી પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ નહોતો મિલાવ્યો. જ્યારે ભારતની બેટિંગ આવી તો અભિષેક શર્મા અને શુભમન ગિલે ટીમે ઝડપી શરુઆત કરી હતી. જેથી ધુઆપૂઆ થયેલી પાકિસ્તાનની બોલર વારંવાર ભારતીય ઓપનર્સની પાસે આવી રહ્યો હતો. મેચ પછી શર્માએ કહ્યુ કે, તેમણે બોલરોને બેટથી જવાબ આપ્યો છે.
આ પણ વાંચો : BCCI અને PCB વચ્ચે મામલો બગડ્યો, ICCમાં બંનેએ ખેલાડીઓ સામે જુઓ શું-શું ફરિયાદ કરી
એશિયા કપમાં ટોપ સ્કોરર છે અભિષેક
અભિષેક શર્મા એશિયા કપમાં ટોપ સ્કોરર છે. તેણે ચાર ઇનિંગ્સમાં 43.25ની સરેરાશ અને 208ના સ્ટ્રાઇક રેટથી 173 રન બનાવ્યા છે. પાકિસ્તાન સામે તેણે માત્ર 39 બોલમાં 74 રન બનાવ્યા. ગઈકાલે રાત્રે બાંગ્લાદેશ સામેની મેચમાં પણ તે શાનદાર ફોર્મ કર્યુ હતું, તેણે શાનદાર બેટિંગ કરી અને 37 બોલમાં 75 રન બનાવ્યા.









