Sports

BCCI અને PCB વચ્ચે મામલો બગડ્યો, ICCમાં બંનેએ ખેલાડીઓ સામે જુઓ શું-શું ફરિયાદ કરી

By GS TEAM
25 Sep 20252 mins read
TukuTouch Logo
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણની સ્થિતિ આગળ વધતી દેખાઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ભારત સામે સુપર ફોર મેચ દરમિયાન ગન સેલિબ્રેશન કરનાર સાહિબજાદા ફરહાન સામે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ નોંધાવી છે. પાકિસ્તાનના બોલર હરિસ રઉફ પણ તેમાં સામેલ છે. તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICCમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ફરિયાદ નોંધવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

BCCI અને PCB વચ્ચે મામલો બગડ્યો, ICCમાં બંનેએ ખેલાડીઓ સામે જુઓ શું-શું ફરિયાદ કરી

BCCI vs PCB: એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણની સ્થિતિ આગળ વધતી દેખાઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ભારત સામે સુપર ફોર મેચ દરમિયાન ગન સેલિબ્રેશન કરનાર સાહિબજાદા ફરહાન સામે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ નોંધાવી છે. પાકિસ્તાનના બોલર હરિસ રઉફ પણ તેમાં સામેલ છે. તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICCમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ફરિયાદ નોંધવા અપીલ કરી છે.

જાણો શું છે મામલો

સૂત્રોના જણાવ્યાનુસાર, બીસીસીઆઈએ હરિસ રઉફ અને સાહિબજાદા ફરહાન સામે આઈસીસીમાં ફરિયાદ નોંધાવી છે. પીસીબીએ પણ સૂર્યકુમાર યાદવ સામે વિરોધ નોંધાવ્યો છે. રવિવારે (21મી સપ્ટેમ્બર) એશિયા કપ 2025માં સુપર 4 મેચ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટર હરિસ રઉફ અને સાહિબઝાદા ફરહાન દ્વારા કરવામાં આવેલા ઉશ્કેરણીજનક હરકતો અંગે ભારતે આઈસીસીમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

બીસીસીઆઈએ બુધવારે (24મી સપ્ટેમ્બર) ઈમેઇલ દ્વારા આ ફરિયાદ નોંધાવી હતી. જો હરિસ રઉફ અને સાહિબજાદા ફરહાન લેખિતમાં આરોપોનો ઈનકાર કરે છે, તો તેઓ ICC એલીટ પેનલ રેફરી રિચી રિચાર્ડસન સમક્ષ સુનાવણીનો સામનો કરી શકે છે.

બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ઔપચારિક વિરોધ નોંધાવીને બદલો લીધો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે,  સૂર્યાકુમારે મેચ દરમિયાન ખેલ ભાવના વિરુદ્ધ વર્તન કર્યું હતું. ICC આ બાબતે શું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે બંને બોર્ડ વચ્ચેનો આ વિવાદ ગંભીર સ્વરૂપ લઈ રહ્યો હોય તેવું લાગે છે.

આ પણ વાંચો: 'બોલ તો ફટકારવા માટે જ હોય...' અભિષેક શર્માની નીડર બેટિંગ પાછળ પિતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

સાહિબજાદા ફરહાન અને હરિસ રઉફે શું હરકત કરી?

ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2025માં સુપર ફોરની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી વિજયનો પરચમ લહેરાવ્યો હતો. આ મેચમાં પાકિસ્તાનના ખેલાડીઓની પણ શરમજનક હરકતો પણ જોવા મળી હતી. આ મેચમાં પાકિસ્તાનના ખેલાડી સાહિબજાદા ફરહાને પણ હાફ સેન્ચુરી ફટકારી હતી. ત્યારે ફરહાનને તેનું સેલિબ્રેશન પણ બંદૂકની જેમ બેટ પકડીને 'ગન સેલિબ્રેશન' કર્યું હતું. બીજી તરફ હરિસ રઉફ બાઉન્ડ્રી પર ઊભો હતો. ત્યારે તેણે ફાઇટર જેટની નકલ કરી હતી.