Get The App

બાંગ્લાદેશે પાકિસ્તાનને 104 રને પછાડ્યું: ઘરની બહાર સતત 6ઠ્ઠી ટેસ્ટ હાર સાથે શરમજનક રૅકોર્ડ

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
Pakistan Cricket Team's Poor Away Record


(IMAGE - IANS)

Pakistan Cricket Team's Poor Away Record: પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે વિદેશની ધરતી પર ટેસ્ટ મેચ જીતવી હવે એક સપનું બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) હેઠળ રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 104 રનના મોટા અંતરથી હરાવીને ઘરભેગું કર્યું છે. આ હાર સાથે પાકિસ્તાને વિદેશમાં જીતની પોતાની લાંબી રાહને વધુ લંબાવી છે.

જીતની રાહ ક્યારે પૂરી થશે?

પાકિસ્તાને ઘરની બહાર છેલ્લે વર્ષ 2023માં શ્રીલંકા સામે કોલંબોમાં જીત મેળવી હતી. ત્યારથી અત્યાર સુધી પાકિસ્તાને વિદેશી ધરતી પર કુલ 6 ટેસ્ટ મેચો રમી છે અને આ તમામમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય છે કે, પાકિસ્તાન સિવાયના અન્ય તમામ ટેસ્ટ રમતા દેશોએ આ સમયગાળા દરમિયાન વિદેશમાં ઓછામાં ઓછી એક મેચ તો જીતી જ છે.

શરમજનક રૅકોર્ડ્સ અને ભારતને ફાયદો

ઢાકા ટેસ્ટમાં પાકિસ્તાને એક અનોખો પણ શરમજનક રૅકોર્ડ બનાવ્યો છે. આ મેચની એક ઇનિંગમાં પાકિસ્તાની બેટ્સમેનોએ ત્રણ વખત 100+ રનની ભાગીદારી કરી હતી, તેમ છતાં ટીમ હારી ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આવું માત્ર પાંચમી વખત બન્યું છે. પાકિસ્તાનની આ હારને કારણે WTC પોઇન્ટ ટેબલમાં તેને મોટું નુકસાન થયું છે, જ્યારે ભારતીય ટીમને મેચ રમ્યા વગર જ ફાયદો મળ્યો છે.

આ પણ વાંચો: IPL 2026: સતત પાંચ મેચ જીતી ટીમ ગુજરાત બની ટેબલ ટોપર, હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું

શ્રેણી બચાવવા માટેનો છેલ્લો મોકો

બે ટેસ્ટ મેચોની આ શ્રેણીમાં પાકિસ્તાન હવે શ્રેણી જીતી શકે તેમ નથી. જોકે, 16 મેથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ જીતીને પાકિસ્તાન પાસે શ્રેણી 1-1 થી બરાબરી કરવાનો મોકો જરૂર રહેશે.