Get The App

'બુમરાહ સ્લો બોલ ફેંકવાનું મારી પાસેથી શીખ્યો, શેન બોન્ડ પણ ચોંકી ગયો હતો..', યુએઈના બોલરનો દાવો

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
UAE bowler Zahoor Khan claim on Jasprit Bumrah slower ball


(IMAGE - IANS)

UAE bowler Zahoor Khan claim on Jasprit Bumrah slower ball: જસપ્રીત બુમરાહની ઘાતક સ્લોઅર બોલિંગને લઈને પાકિસ્તાની મૂળના યુએઈના બોલર ઝહૂર ખાનનો એક દાવો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. ઝહૂર ખાનના જણાવ્યા અનુસાર, બુમરાહે તેની પાસેથી જ એક જ પ્રકારના એક્શન અને ગ્રીપ સાથે સ્લોઅર બોલ ફેંકવાની કળા શીખી હતી. ઝહૂરે દાવો કર્યો છે કે જ્યારે તેણે આ રીતે બોલિંગ કરી હતી, ત્યારે દિગ્ગજ સ્પિનર શેન બોન્ડ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેને ક્રિકેટ જગતની એક નવી જ શોધ ગણાવી હતી.

સેમ એક્શનમાં સ્લોઅર બોલ જોઈને સ્ટાર બોલર ચોંક્યો

ઝહૂર ખાનના જણાવ્યા અનુસાર, આ કિસ્સો યુએઈમાં રમાયેલી આઈપીએલ(IPL) દરમિયાનનો છે. અબુ ધાબીમાં રમાયેલી એક મેચમાં જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને બુમરાહ સામે બેટ્સમેનો રનનો વરસાદ કરી રહ્યા હતા, ત્યારે ઝહીર ખાન અને રોબિન સિંહ સાથે આ બાબતે ચર્ચા થઈ હતી. તે સમયે ઝહીર ખાને રોહિત શર્મા અને બુમરાહને ઝહૂરનો સ્લોઅર બોલિંગ કરતો વીડિયો બતાવ્યો હતો. સમાન એક્શન અને ગ્રીપ સાથે સ્લોઅર બોલ ફેંકવાની આ કળા જોઈને બુમરાહ પણ દંગ રહી ગયો હતો.

આ પણ વાંચો: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને 131 કરોડનું ઈનામ મળતાં હરભજન સિંહ ચોંક્યો, BCCIને આપી સલાહ

ઝહૂર ખાનનો બુમરાહની બોલિંગ સ્ટાઈલ પર મોટો દાવો

ઝહૂર ખાનના જણાવ્યા અનુસાર, જ્યારે તેણે પ્રેક્ટિસ સેશન દરમિયાન બોલિંગ કરી ત્યારે શેન બોન્ડ અને માહેલા જયવર્ધને પણ તેની આ પ્રતિભાના વખાણ કર્યા હતા. ઝહૂરનો દાવો છે કે બુમરાહે તેની પાસેથી આ ખાસ ગ્રીપ વિશે જાણકારી મેળવી હતી અને ત્યારબાદ મુંબઈ ઇન્ડિયન્સની મેચોમાં બુમરાહે તે જ રીતે સ્લોઅર બોલ ફેંકવાની શરૂઆત કરી હતી. ઝહૂરે વધુમાં એમ પણ કહ્યું કે, આજે પણ બુમરાહ જે સ્લોઅર બોલ નાખે છે તેની ગ્રીપ બિલકુલ મારા જેવી જ છે. બુમરાહની વર્લ્ડ કપમાં મળેલી ભવ્ય સફળતા બાદ આ જૂનો વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે.

'બુમરાહ સ્લો બોલ ફેંકવાનું મારી પાસેથી શીખ્યો, શેન બોન્ડ પણ ચોંકી ગયો હતો..', યુએઈના બોલરનો દાવો 2 - image