Get The App

7 છગ્ગા, 147 રન.. પડીક્કલની શાનદાર ઈનિંગ, અમદાવાદમાં વિજય હઝારે ટ્રોફીનો સૌથી મોટો 413 રનનો સફળ રનચેઝ

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
7 છગ્ગા, 147 રન.. પડીક્કલની શાનદાર ઈનિંગ,  અમદાવાદમાં વિજય હઝારે ટ્રોફીનો સૌથી મોટો 413 રનનો સફળ રનચેઝ 1 - image


Vijay Hazare Trophy: વિજય હઝારે ટ્રોફી 2025-26નો પહેલો દિવસ રેકોર્ડબ્રેક રહ્યો. આ રેકોર્ડની યાદીમાં કર્ણાટકનું નામ પણ ઉમેરાયું છે. મયંક અગ્રવાલની આગેવાની હેઠળની કર્ણાટક ક્રિકેટ ટીમે ઝારખંડ સામે વિજય હઝારે ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટો રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો. અમદાવાદમાં રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરતા ઝારખંડે કર્ણાટક માટે 413 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેમાં  દેવદત્ત પડીક્કલે 7 છગ્ગાની મદદથી 147 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે ઇશાન કિશને 39 બોલમાં 125 રનની ઈનિંગ રમી હતી, જેમાં 33 બોલમાં તોફાની સદી ફટકારી હતી. કોઈને અપેક્ષા નહોતી કે કર્ણાટક આ સ્કોર હાંસલ કરી શકશે. પરંતુ કર્ણાટકની ટીમે માત્ર આ સ્કોરનો સફળતાપૂર્વક પીછો જ નહીં પણ એક રેકોર્ડ પણ બનાવ્યો.

રેકોર્ડ આંધ્ર પ્રદેશના નામે હતો

વિજય હઝારે ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ સફળ રન ચેઝનો રેકોર્ડ આંધ્ર પ્રદેશના નામે હતો, જેણે 2012માં ગોવા સામે 385 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. કર્ણાટક પહેલા, કોઈપણ ટીમે ટુર્નામેન્ટમાં 400થી વધુના સ્કોરનો સફળતાપૂર્વક પીછો કર્યો ન હતો.

કર્ણાટકે ઝારખંડના 413 રનના લક્ષ્યાંકનો પીછો કરીને ઇતિહાસ રચ્યો, જેમાં તેણે ફક્ત 47.3 ઓવરમાં જ વિજય મેળવ્યો. કર્ણાટક તરફથી ઓપનર દેવદત્ત પડીક્કલે 147 રનની શાનદાર ઇનિંગ રમી. મયંક અગ્રવાલ અને અભિનવ મનોહરે પણ વિસ્ફોટક અડધી સદી ફટકારી.

•383/3 કર્ણાટક વિરુદ્ધ મુંબઈ, 2024

•383/7 - બંગાળ વિરુદ્ધ વિદર્ભ, 2025

413 રનના લક્ષ્યનો પીછો કરતા, મયંક અગ્રવાલ અને દેવદત્ત પડીક્કલ કર્ણાટકને ધમાકેદાર શરૂઆત અપાવી. તેમણે  11.5 ઓવરમાં 114 રનની ઓપનિંગ ભાગીદારી કરી. મયંકે 34 બોલમાં 54 રન બનાવ્યા. પડીક્કલ એક છેડો પકડી રાખ્યો, ઝડપથી સ્કોર કર્યો, જ્યારે બીજા છેડેથી બેટ્સમેન ઝડપથી સ્કોર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પડીક્કલ 118 બોલમાં 147 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. અભિનવ મનોહરે આખરે 32 બોલમાં અણનમ 56 રન બનાવ્યા. તેમને ધ્રુવ પ્રભાકરનો સાથ મળ્યો, જેણે 22 બોલમાં 40 રન બનાવ્યા.