IND vs ENGની મેચમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા: જયસ્વાલથી ડર્યો ઈંગ્લેન્ડનો કેપ્ટન! જુઓ VIDEO
IND vs ENG: લંડનના ઓવલ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પાંચમી ટેસ્ટ ખૂબ રસપ્રદ બની છે. ભારતીય ટીમે પહેલી ઈંનિંગમાં 224 રન બનાવ્યા હતા, ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ 247 રનની થોડી લીડ સાથે ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 2 વિકેટના નુકસાન પર 75 રન બનાવી લીધા છે. આ દરમિયાન મેચમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
જાણો શું છે મામલો
ટેસ્ટ મેચના બીજા દિવસે (પહેલી ઓગસ્ટ) ખરાબ વિઝિબિલિટીના કારણે મેચ બંધ કરવામાં આવી. મેચ સમાપ્ત થાય તેના લગભગ 15 મિનિટ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન ઓલી પોપ અને અમ્પાયર કુમાર ધર્મસેના વચ્ચે વાતચીત થઈ હતી. જ્યારે વિઝિબિલિટી ઓછી જોવા મળી ત્યારે લાઈટ મીટર કાઢવામાં આવ્યા. આના પર અમ્પાયરે ઓલી પોપને સ્પિન બોલિંગનો વિકલ્પ આપ્યો, પરંતુ તેણે ના પાડી દીધી હતી. આ દરમિયાન ઓવરટાઇમ હોવાથી સ્ટમ્પ જાહેર કરાયો હતો. નોંધનીય છે કે, ભારતીય બેટર યશસ્વી જયસ્વાલ જે રીતે રમી રહ્યો હતો, તેના કારણે ઓલી પોપ બેટર યશસ્વી જયસ્વાલ સામે સ્પિનરો લાવવાથી ડરતો હતો.
ઈગ્લિશ ટીમમાં જો રૂટ, હેરી બ્રૂક અને જેકબ બેથેલ જેવા સ્પિન બોલિંગનો વિકલ્પ હતો. પરંતુ ઓલી પોપ સારી રીતે જાણતા હતા કે જો યશસ્વીની સામે કોઈ સ્પિનર આવે તો તકનો ફાયદો ઊઠવશે. આ ઉપરાંત સ્પિન બોલિંગ આકાશ દીપના સ્લોટમાં આવે તો પણ તે કદાચ તેને રમવાનું ચૂકશે નહીં, આવી સ્થિતિમાં પોપે વિચાર્યું કે ટીમ માટે મેદાન છોડી દેવું વધુ સારું છે.
આ પણ વાંચો: બુમરાહનો રેકોર્ડ બ્રેક કરી છવાયો મોહમ્મદ સિરાજ, આ મામલે બન્યો નંબર-1 એશિયન બોલર
મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડ ટીમ 247 રનમાં સમેટાઈ
ભારતની પહેલી ઈનિંગ દાવના જવાબમાં, ઈંગ્લેન્ડે પણ શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ભારતીય ટીમને પહેલી સફળતા મળતાની સાથે જ ઈંગ્લેન્ડ ટીમ શરણાગતિ સ્વીકારી લીધી હતી. ભારતીય ટીમે રમતના બીજા દિવસે ઈંગ્લેન્ડને 247 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. બીજી તરફ ભીરતીય ટીમે બીજી ઈનિંગમાં ખરાબ શરૂઆત થઈ હતી, પરંતુ યશસ્વી જયસ્વાલની અડધી સદીએ સ્કોરને 2 વિકેટે 75 રન સુધી પહોંચાડ્યો, જેનાથી 52 રનની લીડ મળી.