Sports

ઐતિહાસિક મેચ! 5 સેન્ચુરી, 1429 રન... ન્યૂઝીલેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ મેચમાં તૂટ્યો 12 વર્ષ જૂનો રેકોર્ડ

By GS TEAM
22 Dec 20253 mins read
TukuTouch Logo
ત્રણ મેચની સીરિઝ માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. તેઓ એક પણ મેચ જીતી ન શક્યા. ન્યુઝીલેન્ડે સીરિઝ 2-0થી જીતી લીધી. બીજી મેચ ડ્રો રહી. સીરિઝની છેલ્લી મેચ માઉન્ટ માઉંગાનુઈમાં રમાઈ હતી, જ્યાં યજમાન ન્યુઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 323 રનથી કારમી હાર આપી હતી. છેલ્લી મેચમાં બંને ટીમોએ 1400 થી વધુ રન બનાવ્યા, જેણે 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઐતિહાસિક મેચ! 5 સેન્ચુરી, 1429 રન... ન્યૂઝીલેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ મેચમાં તૂટ્યો 12 વર્ષ જૂનો રેકોર્ડ

NZ vs WI 3rd Test: ત્રણ મેચની સીરિઝ માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. તેઓ એક પણ મેચ જીતી ન શક્યા. ન્યુઝીલેન્ડે સીરિઝ 2-0થી જીતી લીધી. બીજી મેચ ડ્રો રહી. સીરિઝની છેલ્લી મેચ માઉન્ટ માઉંગાનુઈમાં રમાઈ હતી, જ્યાં યજમાન ન્યુઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 323 રનથી કારમી હાર આપી હતી. છેલ્લી મેચમાં બંને ટીમોએ 1400 થી વધુ રન બનાવ્યા, જેણે 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ન્યૂઝીલેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ મેચમાં તૂટ્યો 12 વર્ષ જૂનો રેકોર્ડ 

વાસ્તવમાં માઉન્ટ માઉંગાનુઈમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો વચ્ચે ઈતિહાસના સૌથી વધુ રન બનાવનારી મેચ સાબિત થઈ. આ મેચમાં બંને ટીમોએ કુલ 1,439 રન બનાવ્યા. આ પહેલા સૌથી વધુ રન બનાવનારી મેચ 2013માં ડ્યુનેડિનમાં રમાઈ હતી, જેમાં કુલ 1,408 રન બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે આ બંને ટીમોએ 1,439 રન બનાવ્યા છે અને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ મેચમાં ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ સંયુક્ત રીતે કુલ 1,439 રન બનાવ્યા. આ NZ vs WI ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.

ન્યુઝીલેન્ડના બંને ઓપનર્સે બે ઈનિંગમાં જલવો દેખાડ્યો

પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 8 વિકેટ ગુમાવીને 575 રન બનાવ્યા અને પછી ઈનિંગ ડિકલેર કર્યો હતો. ટોમ લેથમે 137 રન બનાવ્યા, જ્યારે ડેવોન કૉનવેએ 227 રન બનાવ્યા હતા. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 420 રન બનાવ્યા હતા. કિવી ટીમ માટે બંને ઓપનરોએ બીજી ઈનિંગમાં સદી ફટકારી. લાથમે 101 રન બનાવ્યા હતા જ્યારે કૉનવેએ 100 રન બનાવ્યા. કિવી ટીમે 306/2 પર ઈનિંગ ડિકલેર કરી, જેનાથી વેસ્ટ ઈન્ડિઝને 462 રનનો મોટો ટાર્ગેટ મળ્યો. ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝ 138 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને 323 રનથી મેચ હારી ગયું.

5 સદી ફટકારી અને 40 વિકેટ પડી

આ મેચમાં જ્યારે આપણે બંને ઈનિંગ્સના ટોટલ રન ઉમેરીએ છીએ તો તે 1439 થાય છે. કુલ 5 સદી ફટકારવામાં આવી હતી. 4 સદી તો બંને કિવી ઓપનરોએ ફટકારી હતી અને એક વેસ્ટ ઈન્ડીઝની પ્રથમ ઈનિંગ્સમાં આવી હતી, જે કાવેમ હૉજે ફટકારી હતી. તેણે 275 બોલમાં 15 ચોગ્ગાની મદદથી 123 રન બનાવ્યા હતા. આખી મેચમાં કુલ 40 વિકેટ પણ પડી હતી. ન્યૂઝીલેન્ડે પહેલા બેટ અને પછી બોલથી શાનદાર પ્રદર્શન કર્યું અને વેસ્ટ ઈન્ડીઝ સામે મોટી જીત નોંધાવીને સીરિઝ 2-0થી પોતાના નામે કરી. બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડ તરફથી જેકબ ડફીએ 42 રન આપીને 5 બેટ્સમેનોની વિકેટ લીધી હતી, જ્યારે એજાઝ પટેલે 23 રન આપીને 3 વિકેટ ખેરવી હતી.

આ પણ વાંચો: એપસ્ટિનનું 'ડાર્ક સિક્રેટ': ટ્રમ્પની 'ગાયબ તસવીર' ફરી અપલોડ થઈ, મેલાનિયા પણ દેખાઈ

NZ vs WI ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન વાળી ટોપ-4 મેચ

1439 રન માઉન્ટ માઉંગાનુઈ ટેસ્ટ (ડિસેમ્બર 2025)

1408 રન ડ્યુનેડિન ટેસ્ટ (ડિસેમ્બર 2013)

1348 રન - કિંગ્સ્ટન ટેસ્ટ (ફેબ્રુઆરી 1972)

1321 રન - ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ (ડિસેમ્બર 2025)