Get The App

અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન 1 - image


MI vs GT: મુંબઈ ઈન્ડિયન્સના વિજયરથ પર ગુજરાત ટાઈટન્સે મંગળવારે 6 મેના રોજ રાત્રે એ સમયે વિરામ લગાવ્યો, જ્યારે તેણે વરસાદથી વિક્ષેપિત મેચમાં યજમાન ટીમને 3 વિકેટ (ડીએલએસ) થી હરાવી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા GTને 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની જીતનો હીરો શુભમન ગિલ રહ્યો હતો જેણે 46 બોલમાં 43 રનની ઈનિંગ રમી હતી. ગિલ 35 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તિલક વર્માએ તેનો કેચ છોડી દીધો હતો. જોકે, કેપ્ટન હાર્દિક પંડ્યાનું માનવું છે કે તે કેચ નહીં પરંતુ મેચ દરમિયાન નાખવામાં આવેલા નો બોલ ટીમની હારનું કારણ રહ્યું છે. 

નો બોલ એ નુકસાન પહોંચાડ્યું

હાર્દિકે મેચ બાદ કહ્યું કે, 'હકીકતમાં કેચ છૂટી તેણે અમને નુકસાન નથી પહોંચાડ્યું. અમે આ બાબતે ખૂબ સતર્ક હતા. નિશ્ચિતરૂપે અમને નો બોલ એ નુકસાન પહોંચાડ્યું છે. મારો નો બોલ અને છેલ્લી ઓવરમાં પણ નો બોલ ફેંકાયો હતો, જેણે અમને નુકસાન પહોંચાડ્યું છે. મારી નજરમાં ખરેખર તે અપરાધ છે અને મોટા ભાગે એવું થાય કે તે તમને નુકસાન પહોંચાડે છે. આ નિશ્ચિતરૂપે અમારી સાથે થયું, પરંતુ આ સાથે જ હું ટીમના છોકરાઓથી ખૂબ જ ખુશ છું કે તેમણે પોતાનું 120% આપ્યું અને એ સુનિશ્ચિત કર્યું કે અમે ખેલમાં બની રહીએ અને હાર ન માનીએ.'

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું

બોલરોએ ટીમને જીત અપાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા

પંડ્યાનું એમ પણ માનવું છે કે, મુંબઈએ 20-25 રન ઓછા બનાવ્યા, જોકે તેના બોલરોએ ટીમને જીત અપાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા.

તે 175 રનની પિચ હતી

પંડ્યાએ કહ્યું કે, 'તે ચોક્કસપણે 150 રનની પિચ નહોતી. મને લાગે છે કે તે 175 રનની પિચ હતી. અમે બેટિંગમાં ચોક્કસપણે 20-25 રન પાછળ હતા અથવા કદાચ 30 રન પાછળ હતા, જો અમે સારી બેટિંગ કરી હોત તો. પરંતુ મને લાગે છે કે બોલરોને શ્રેય જાય છે, તેઓ લડતા રહ્યા અને યોગ્ય એરિયામાં બોલિંગ કરી.'

પંડ્યાએ આગળ કહ્યું કે, 'પહેલી ઈનિંગમાં મેદાન ભીનું નહોતું. ત્યારબાદ આખી ઈનિંગ દરમિયાન બોલ ભીનો થતો રહ્યો. મને નથી ખબર કે તેનાથી અમને મદદ મળી કે નહીં, પણ હા, તે મુશ્કેલ હતું.'

Tags :