Sports

ટેસ્ટ ક્રિકેટમાં દરેક દેશોએ રમવાની જરુર નથી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓએ આપ્યું વિચિત્ર નિવેદન

By GS TEAM
14 Aug 20252 mins read
TukuTouch Logo
વર્લ્ડ ક્રિકેટમાં વર્તમાન સમયે જોવા જઈએ તો, કોઈ એક ફોર્મેટમાં ભવિષ્યને લઈને ઘણીવાર ચર્ચા થતી હોય છે અને તે છે ટેસ્ટ ક્રિકેટ. ICC દ્વારા ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ શરૂ કરવામાં આવી હતી, જેમાંથી અત્યાર સુધી કુલ ત્રણ સીઝન રમાઈ ચૂકી છે. તો હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્તમાન CEO ટોડ ગ્રીનબર્ગ તરફથી ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય અંગે એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે દરેક દેશોને આ ફોર્મેટ ન રમવાની સલાહ આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેસ્ટ ક્રિકેટમાં દરેક દેશોએ રમવાની જરુર નથી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓએ આપ્યું વિચિત્ર નિવેદન

Test Cricket:  વર્લ્ડ ક્રિકેટમાં વર્તમાન સમયે જોવા જઈએ તો, કોઈ એક ફોર્મેટમાં ભવિષ્યને લઈને ઘણીવાર ચર્ચા થતી હોય છે અને તે છે ટેસ્ટ ક્રિકેટ. ICC દ્વારા ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ શરૂ કરવામાં આવી હતી, જેમાંથી અત્યાર સુધી કુલ ત્રણ સીઝન રમાઈ ચૂકી છે. તો હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્તમાન CEO ટોડ ગ્રીનબર્ગ તરફથી ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય અંગે એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે દરેક દેશોને આ ફોર્મેટ ન રમવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: 'બેબી ડી વિલિયર્સને IPLમાં અંડર ધ ટેબલ પૈસા ચૂકવાયા...', અશ્વિનનો CSK અંગે મોટો દાવો

ટેસ્ટ ક્રિકેટનો અભાવ આપણા માટે નુકસાનકારક નથી પણ ફાયદાકારક

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO ટોડ ગ્રીનબર્ગએ આપેલા એક  નિવેદનમાં કહ્યું હતું કે, 'મને નથી લાગતું કે ટેસ્ટ રમતા દેશોની કોઈ નિશ્ચિત સંખ્યા છે. પરંતુ મને લાગે છે કે ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટનો અભાવ આપણા માટે નુકસાનકારક નહીં પણ ફાયદાકારક રહેશે. મારો કહેવાનો મતલબ એ છે કે મને નથી લાગતું કે, વિશ્વ ક્રિકેટમાં દરેક દેશે ટેસ્ટ ક્રિકેટ રમવાની ઇચ્છા રાખવી જરુરી હોય. આમાં કોઈ મુશ્કેલી નથી. કેટલાક લોકો ટેસ્ટ ક્રિકેટ પસંદ કરે છે, કદાચ તેમને મારું નિવેદન ગમશે નહીં, પરંતુ જો આપણે કેટલાક દેશો જે આર્થિક રીતે નબળા છે, તેમને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે દબાણ કરીશું, તો આપણે ખરેખર આ દેશોને નાદાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ'

આ પણ વાંચો: 'મને આનાથી ઘણી નફરત છે...' ઈજાગ્રસ્ત રિષભ પંતે ફોટો શેર કરી કઈ વાતે દુઃખ વ્યક્ત કર્યું

ઓસ્ટ્રેલિયા આ વર્ષના અંતમાં કરશે એશિઝની મેજબાની 

વર્ષ 2025ના અંતમાં ઓસ્ટ્રેલિયામાં એશિઝ સીરિઝ રમાશે, જેને લઈને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સિવાય વિશ્વ ક્રિકેટના મોટાભાગના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય વિશે ટોડ ગ્રીનબર્ગનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે એક તરફ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની રોમાંચક ટેસ્ટ સીરિઝનો અંત આવ્યો છે, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને એકતરફી ટેસ્ટ સીરિઝમાં હરાવ્યું છે, જ્યારે ન્યુઝીલેન્ડે પણ ઝિમ્બાબ્વે સામે સીરિઝ સરળતાથી જીતી લીધી છે.