Sports

IND VS ENG : ટીમ ઈન્ડિયાને ડબલ ઝટકો, નીતિશ રેડ્ડી આખી સીરિઝ તો આ ખેલાડી એક મેચમાંથી બહાર

By GS TEAM
21 Jul 20252 mins read
TukuTouch Logo
ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં શરૂ થઈ રહી છે. આ મેચ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયાને ડબલ ઝટકો લાગ્યો છે. મેચ પહેલા ઈજાગ્રસ્ત ખેલાડીઓનું લિસ્ટ જોઈને BCCIએ ટીમમાં ફેરફાર કરવો પડ્યો છે. BCCIની પ્રેસ રિલીઝ પ્રમાણે નીતિશ કુમાર રેડ્ડી આખી સિરીઝમાંથી તો અર્શદીપ સિંહ ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IND VS ENG : ટીમ ઈન્ડિયાને ડબલ ઝટકો, નીતિશ રેડ્ડી આખી સીરિઝ તો આ ખેલાડી એક મેચમાંથી બહાર

IND VS ENG : ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં શરૂ થઈ રહી છે. આ મેચ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયાને ડબલ ઝટકો લાગ્યો છે. મેચ પહેલા ઈજાગ્રસ્ત ખેલાડીઓનું લિસ્ટ જોઈને BCCIએ ટીમમાં ફેરફાર કરવો પડ્યો છે.  BCCIની પ્રેસ રિલીઝ પ્રમાણે નીતિશ કુમાર રેડ્ડી આખી સીરિઝમાંથી તો અર્શદીપ સિંહ ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. રેડ્ડીને  ઘૂંટણમાં ઈજા પહોંચી છે જ્યારે બીજી તરફ અર્શદીપ સિંહનો હાથ પ્રેક્ટિસ સ્ટેશન દરમિયાન બોલ પકડતા ફાટી ગયો હતો. હવે અંશુલ કંબોજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, રિષભ પંત અને આકાશદીપ પણ ઈજાગ્રસ્ત હોવાથી શુભમન ગિલ અને ગૌતમ ગંભીરનું ટેન્શન વધી ગયું છે. 

નીતિશ કુમાર રેડ્ડી આખી સીરિઝમાંથી બહાર

BCCIની પ્રેસ રિલીઝ પ્રમાણે ઓલ રાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઘૂંટણની ઈજાના કારણે બાકી રહેલી બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. નિતીશ સ્વદેશ પરત ફરશે અને ટીમ ઈન્ડિયા તેના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે. 

અર્શદીપ સિંહ ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર 

અર્શદીપ સિંહ ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. બેકેનહેમમાં એક ટ્રેનિંગ સેશન દરમિયાન નેટ પર બોલિંગ કરતી વખતે તેના ડાબા અંગૂઠામાં બીજા પહોંચી હતી. BCCIની મેડિકલ ટીમ  તેની રિકવરી પર નજર રાખી રહી છે. 

મેન સિલેક્શન કમિટીએ અંશુલ કંબોજને ટીમમાં સામેલ કર્યો છે. કંબોજ માનચેસ્ટરમાં ટીમ સાથે જોડાઈ ગયો છે. ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈ 2025થી શરૂ થશે.

ચોથી ટેસ્ટમાં સિરાજ અને બુમરાહનું રમવાનું નક્કી

ચોથી ટેસ્ટમાં અર્શદીપ સિંહના ડેબ્યૂના ચાન્સ  ખૂબ વધારે હતા. વાસ્તવમાં આકાશદીપ પીઠના દુ:ખાવાનો સામનો કરી રહ્યો છે. બીજી તરફ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને પણ વર્કલોડને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવી શકે  તેમ હતું.  પરંતુ હવે જ્યારે  અર્શદીપ બહાર જ થઈ ગયો છે તો ચોથી ટેસ્ટમાં સિરાજ અને બુમરાહનું રમવાનું નક્કી છે. હવે જોવાનું એ રહેશે કે ચોથો ફાસ્ટ બોલર કોણ હશે.

શું ગંભીર અને ગિલની જોડી અંશુલ કંબોજને તક આપશે કે પછી સીરિઝની શરૂઆતમાં નિરાશ કરનાર પ્રસિદ્ધ કૃષ્ણા પર ફરીથી ભરોસો કરશે. 

આ પણ વાંચો: 25 રન બનાવતા જ શુભમન ગિલ રચશે ઈતિહાસ, પાકિસ્તાની દિગ્ગજનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે

ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કે એલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, કુલદીપ યાદવ, અંશુલ કંબોજ.