બ્રાઝિલના ફૂટબોલર નેમારની 52 વર્ષની માતા 22 વર્ષના ટિયાગોના પ્રેમમાં પડી!
- ટિયાગો ઉમંરમાં નેમાર કરતાં પણ 6 વર્ષ યુવા છે
- માતાએ ટિયાગો સાથેની તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરી: નેમારે લખ્યું કે, 'બી હેપ્પી મૉમ, લવ યૂ'
રિયો ડિ જેનેરો, તા.૧૪
વિશ્વના ટોચના ફૂટબોલરોમાં સામેલ બ્રાઝિલીયન લેજન્ડ નેમાર આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. ૨૮ વર્ષીય નેમારની ૫૨ વર્ષની માતા નાદિન ગોન્કાલ્વેસને એક ૨૨ વર્ષીય છોકરડા ટિયાગો સાથે પ્રેમ થઈ ગયો છે. ૨૨ વર્ષનો ટિયાગો રામોસ મોડલિંગ કરે છે અને કમ્પ્યૂટર ગેમ્સમાં ભારે રસ ધરાવે છે. રસપ્રદ બાબત એ છે કે, નાદિનના પુત્ર નેમાર કરતાં પણ ટિયાગો છ વર્ષ યુવા છે.
નાદિને તેની અને ટિયાગોની તસવીર સોશિયલ મીડિયામાં વહેતી મૂકી હતી. જેમાં તેણે ટિયાગો સાથેના પ્રેમનો એકરાર કર્યો હતો. નેમારે પણ આ સંબંધને સ્વીકારી લેતાં તે તસવીરની નીચે લખ્યું કે, 'બી હેપ્પી મૉમ, લવ યૂ.' હવે જો નાદિન અને ટિયાગો લગ્ન કરે તો નેમારનો સાવકો પિતા તેના કરતાં છ વર્ષ યુવા હશે. જોકે બ્રાઝિલ સહિતના કેટલાક દેશોમાં ઘણા લોકો લગ્ન વિના જ 'લિવઈન રિલેશનશિપ'માં રહેતા હોય છે.
૫૨ વર્ષીય નાદિન ગોન્કાલ્વેે ૨૫ વર્ષ પહેલા ફૂટબોલ એજન્ટ તરીકે કામક રતાં વાગ્નેર રિબેઈરોની સાથે લગ્ન કર્યા હતા. જે નેમારના પિતા છે. જોકે વર્ષ ૨૦૧૬માં બંનેએ છૂટા પડવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી નાદિન અને ટિયાગોના સંબંધો બ્રાઝિલીયન મીડિયામાં ચમકી રહ્યા છે અને જેના કેટલાક કેટલાક વર્ગમાં નારાજગી જોવા મળી રહી છે.
ટિયાગો રામોસ મોડલ છે અને બ્રાઝિલની એક ઓનલાઈન ગેમિંગ ટીમનો સભ્ય પણ છે. ફેબુ્રઆરીમાં નેમારનો જન્મદિવસ હતો, ત્યારે પણ ટિયાગોએ તેમાં હાજરી આપી હતી. વર્ષ ૨૦૧૭માં ટિયાગોએ નેમારને તેનો આદર્શ ગણાવ્યો હતો અને એક મેસેજમાં એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તે નેમારને મળવા ઈચ્છી રહ્યો છે. તેની આ ઈચ્છા ચાલુ વર્ષે જાન્યુઆરીમાં પુરી થઈ હતી અને તેણે નેમાર સાથેની તસવીર સોશિયલ મીડિયામાં વહેતી મૂકી હતી.