શિવમ દુબે બાદ હવે મુંબઈનો નવો ઓલરાઉન્ડર IPLમાં ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2025 new player: મુંબઈ ક્રિકેટે હંમેશા મોટા સ્ટાર્સ પેદા કર્યા છે. હવે તેમાં એક નવું નામ ઉમેરાયું છે, જેનું નામ છે સાઈરાજ પાટિલ. 28 વર્ષીય આ ખેલાડીની વિસ્ફોટક બેટિંગ અને શાનદાર બોલિંગથી IPL ટીમોનું ધ્યાન ખેચ્યું હતું. શિવમ દુબે અને સૂર્યાંશ શેડગે પછી તેને મુંબઈનો આગામી મોટા વ્હાઇટ બોલ ઓલરાઉન્ડર માનવામાં આવી રહ્યો છે.
સાઈરાજ પાટિલે હાલમાં જ રમાયેલી T20 મુંબઈ લીગ 2025 માં ઇગલ થાણે સ્ટ્રાઈકર્સ માટે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. તેણે 6 ઇનિંગ્સમાં 233 રન બનાવ્યા અને તે પણ 150 થી વધુના સ્ટ્રાઈક રેટથી અને તેણે 7 વિકેટ પણ લીધી હતી. આ મજબૂત પ્રદર્શન માટે, તેને ત્રણ વખત પ્લેયર ઓફ ધ મેચ અને અંતે રોહિત શર્માના હાથે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.
પાટિલે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક અને કોર્પોરેટ ટુર્નામેન્ટમાં પ્રભુત્વ જમાવ્યું
પાટિલે છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં સ્થાનિક અને કોર્પોરેટ ટુર્નામેન્ટમાં પ્રભુત્વ જમાવ્યું છે, પરંતુ હાલમાં ફરી શરૂ થયેલી રાજ્ય લીગમાં મળેલી સફળતા એ વાતનો પુરાવો છે કે, તે ઉચ્ચ સ્તરે પણ આ કરી શકે છે.
છગ્ગા ફટકારવા એ સૌથી મોટી તાકાત
પાટીલનું પહેલું મહત્ત્વનૂં પાસું છે T20 રમતનું છગ્ગા મારવાની ક્ષમતા છે. T20 મુંબઈ લીગમાં તેણે 6 ઇનિંગ્સમાં 16 છગ્ગા ફટકાર્યા હતા. હેલિકોપ્ટર શોટ રમવાની તેની ક્ષમતાને કારણે તે યોર્કર અને લો ફુલ ટોસ બોલ પર પણ છગ્ગા મારી શકે છે. તેણે ESPN ક્રિકઇન્ફોને કહ્યું કે, તેની છગ્ગા મારવાની ક્ષમતા કુદરતી નથી અને તેનું કારણ તેના બાળપણના કોચ ભરત ચંબરે સાથે કલાકોની ટ્રેનિંગ અને રેન્જ-હિટિંગ હતું.
'દરરોજ વધુ સારો બનવાનો પ્રયાસ કરું છું'
પાટીલે કહ્યું, 'હું મારા કોચ સાથે દરરોજ 500-1000 બોલ રમતો હતો અને તેની મહેનતનો ફાયદો મને હવે મળી રહ્યો છે. બાળપણમાં મારી પાસે તાકાત અને શક્તિ નહોતી, પરંતુ યોગ્ય કોચિંગ, ડાયટ અને ટ્રેનિંગથી મેં મારી જાતને મજબૂત બનાવી. આજે પણ પ્રેક્ટિસ સેશનમાં હું 50-200 છગ્ગા મારવાનો પ્રયાસ કરું છું અને દરરોજ વધુ સારો બનવાનો પ્રયાસ કરું છું.'
સાઈરાજ પાસે માત્ર બેટથી જ નહીં, પરંતુ બોલથી પણ મેચ બદલવામાં કાબેલિયત ધરાવે છે. તે 130-132 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે, અને ધીમા કટર જેવા વિવિધતાઓનો પણ ઉપયોગ કરે છે. તેણે ધવલ કુલકર્ણી અને સાઈરાજ બહુતુલે જેવા દિગ્ગજ ખેલાડીઓ પાસેથી બોલિંગની કળા શીખી છે.
આ પણ વાંચો: ICC રેન્કિંગમાં સિકંદર બન્યો નંબર 1 વનડે ઓલરાઉન્ડર, હાર્દિકની નજીક પહોંચ્યો નબી
સાઈરાજ પાટિલ મૂળ પાલઘરનો રહેવાસી છે, અને તેના પિતા બિપિન પાલઘર દહાણુ તાલુકા સ્પોર્ટ્સ એસોસિએશન નામની ક્લબ ચલાવે છે, જેણે શાર્દુલ ઠાકુર, હાર્દિક તામોર અને સિલ્વેસ્ટર ડિસોઝા જેવા ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તે હાર્દિક પંડ્યા અને બેન સ્ટોક્સને આદર્શ માને છે અને ટોચના સ્તરે સફળતા મેળવનારા તેના મુંબઈના સાથી ખેલાડીઓ સાથે વિચારોની આપ-લે કરતો રહે છે.









