Sports

પહેલી મેચમાં બે સેન્ચુરી ફટકારી અને બીજીમાં હારતાં જ કેપ્ટન પદેથી રાજીનામું ધર્યું દિગ્ગજ બેટરે

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ સિરીઝ પૂર્ણ થઈ ગઈ છે. બંને ટીમ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી, જ્યારે છેલ્લી મેચમાં બાંગ્લાદેશની ટીમને એક ઇનિંગ્સ અને 78 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ મોટો નિર્ણય લીધો છે. તેમણે ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. 26 વર્ષીય ખેલાડીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'હું હવે ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન બની રહેવા માંગતો નથી.'

Summarized by AI; it may make mistakes. Check important info

પહેલી મેચમાં બે સેન્ચુરી ફટકારી અને બીજીમાં હારતાં જ કેપ્ટન પદેથી રાજીનામું ધર્યું દિગ્ગજ બેટરે
(PHOTO - IANS)

Najmul Hossain Shanto: શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ સિરીઝ પૂર્ણ થઈ ગઈ છે. બંને ટીમ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી, જ્યારે છેલ્લી મેચમાં બાંગ્લાદેશની ટીમને એક ઇનિંગ્સ અને 78 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ મોટો નિર્ણય લીધો છે. તેમણે ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. 26 વર્ષીય ખેલાડીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'હું હવે ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન બની રહેવા માંગતો નથી.'

નઝમુલ હુસૈન શાંતોએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું 

શાંતોએ વધુમાં કહ્યું, 'આ વ્યક્તિગત નથી, પરંતુ ટીમના હિતમાં લેવાયેલો નિર્ણય છે. હું ઇચ્છું છું કે કોઈ એવું ન વિચારે કે આ નિર્ણય ભાવનાત્મક છે અથવા હું કોઈ વાતથી નિરાશ છું. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં આ નિર્ણય ટીમના ભલાઈ માટે લીધો છે.'

નઝમુલ હુસૈન શાંતો એમ પણ કહ્યું કે, 'મને લાગે છે કે (ત્રણ ઇન્ટરનેશનલ ફોર્મેટ માટે) ત્રણ કેપ્ટન શાણપણભર્યા નથી. મને ખબર નથી કે બોર્ડ તેના વિશે શું વિચારશે અને હું તેમના નિર્ણયને સમર્થન આપીશ. પરંતુ આ મારો વ્યક્તિગત નિર્ણય છે.'

આ પણ વાંચો: 'હવે કોઈ બહાનું નહીં ચાલે...', ભારતીય ટીમની હાર બાદ કોણે ગૌતમ ગંભીરને આપી ચેતવણી?

શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ બીજી ટેસ્ટ કેવી રહી?

બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ ટીમ પહેલા દાવમાં 247 રન બનાવી શકી હતી. જેના જવાબમાં શ્રીલંકાએ 458 રન બનાવીને બાંગ્લાદેશની ટીમ પર પ્રેશર બનાવ્યું. પ્રથમ દાવ પછી શ્રીલંકાને 211 રનની લીડ મળી હતી. બીજા દાવમાં બાંગ્લાદેશના બેટર્સનું પ્રદર્શન વધુ નિરાશાજનક રહ્યું. આખી ટીમ 150 રન પણ બનાવી શકી નહીં અને 133 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાએ આ મેચ એક ઇનિંગ અને 78 રનથી જીતી લીધી.