Get The App

IPL કરિયર અંગે ડિસેમ્બરમાં નિર્ણય લેશે મહેન્દ્ર સિંહ ધોની, કહ્યું- 'ઘૂંટણમાં દર્દ થાય છે...'

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
IPL કરિયર અંગે ડિસેમ્બરમાં નિર્ણય લેશે મહેન્દ્ર સિંહ ધોની, કહ્યું- 'ઘૂંટણમાં દર્દ થાય છે...' 1 - image


MS Dhoni : ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની આગામી સીઝનની શરુઆત થવામાં હજુ ઘણા મહિના બાકી છે. પરંતુ, ચેન્નઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. પાંચ વખત CSKને IPLનું ટાઇટલ જીતાડનાર ધોની આગામી સીઝનમાં નહી રમશે કે નહીં તે અંગે હજુ કોઈ સ્પષ્ટ થયું નથી. 

આ પણ વાંચો: એશિયા કપ: સૂર્યકુમાર યાદવ ફિટ નહીં થાય તો કોણ બનશે કેપ્ટન? રેસમાં બે ગુજરાતી ખેલાડીઓના નામ

'ટૂંક સમયમાં હું આ અંગે અંતિમ નિર્ણય લઈશ.'

મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, 'મારી પાસે આ અંગે વિચારવાનો હજુ સમય છે, તેથી હું આ અંગે ડિસેમ્બરની આસપાસ નિર્ણય લઈશ.' ધોનીએ ખુલાસો કર્યો કે, મારા ઘૂંટણ હજુ પણ સંપૂર્ણપણે બરોબર થયા નથી. મને ખબર નથી કે, હું રમીશ કે નહીં. મારી પાસે હજુ પણ નિર્ણય લેવાનો સમય છે. મારી પાસે ડિસેમ્બર સુધીનો સમય છે. તેથી હું ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લઈશ.'


'તમારે રમવું પડશે, સાહેબ.'

મહેન્દ્ર સિંહ ધોનીના જવાબ પછી એક ચાહકે કહ્યું કે, 'તમારે રમવું પડશે, સાહેબ.' પછી ધોનીએ તરત જ મજાકના સ્વરમાં તેનો જવાબ આપ્યો, 'ઘૂંટણમાં જે દુખાવા થાય છે, તેનું કોણ ધ્યાન રાખશે.'

આ પણ વાંચો: CSKમાં ધોનીની જગ્યા રમશે આ સ્ટાર ખેલાડી? કેપ્ટનશિપની સાથે સાથે વિકેટકિપિંગમાં પણ માહેર

મહેન્દ્ર સિંહ ધોનીની કયારે થઈ હતી સર્જરી

ઉલ્લેખનીય છે કે, IPL 2023માં ટાઇટલ જીત્યા પછી મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઈમાં તેના ઘૂંટણની સર્જરી કરાવી હતી. સર્જરી પછી ધોનીએ 2024 અને 2025 સીઝનમાં ભાગ લીધો હતો, પરંતુ મોટાભાગની મેચોમાં ધોનીની બેટિંગ બરોબર રહી ન હતી. સર્જરી બાદ ધોનીની વિકેટો વચ્ચે દોડવાની ક્ષમતા પણ ઘટી ગઈ હતી.

Tags :