'મને ધોનીએ ટીમમાંથી કાઢી મૂક્યો ત્યારે નિવૃત્તિ લેવાની ઈચ્છા હતી...', દિગ્ગજ ક્રિકેટરનો ધડાકો
Sachin Tendulkar's Advice: ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગને ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓમાં ગણવામાં આવે છે. સેહવાગે તેની કારકિર્દીમાં તોફાની બેટિંગ કરી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનારો એકમાત્ર ભારતીય ક્રિકેટર છે. ટેસ્ટમાં તેમની સ્ટ્રાઈક રેટ 82.23 હતી, જ્યારે ODIમાં સ્ટ્રાઈક રેટ 104.33ની રનની હતી. જણાવી દઈએ કે વનડે વર્લ્ડકપ 2011નું ટાઇટલ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વીરેન્દ્ર સેહવાગે કર્યો ચોંકાવનારો ખુલાસો
વીરેન્દ્ર સેહવાગે હવે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સેહવાગે કહ્યું છે કે સચિન તેંડુલકરની એક સલાહના કારણે જ તે 2011ના વનડે વર્લ્ડ કપમાં ભાગ લઈ શક્યા. તેમણે ક્હ્યું કે 2008માં ઑસ્ટ્રેલિયા સામે ત્રિકોણીય સીરિઝ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ મને ટીમથી બહાર કર્યો, ત્યાર બાદ નિવૃત્તિ લેવાનું નક્કી કરી લીધું હતું.
આ પણ વાંચો: કેપ્ટન્સી તો છોડો એશિયા કપની ટીમમાં પણ સ્થાન નહીં મળે ગિલને, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
શું કહ્યું સેહવાગે?
વીરેન્દ્ર સેહવાગે એક યૂટ્યૂબ ચેનલના પૉડકાસ્ટ પર કહ્યું હતું કે, ' મે ઓસ્ટ્રેલિયા સામે 2007-08ની સિરીઝમાં શરૂઆતમાં ત્રણ મેચ રમી હતી અને પછી ધોનીએ મને ટીમથી બહાર કરી દીધો. ત્યાર બાદ મને કેટલાક સમય માટે ટીમમાં પસંદ કરવામાં ન આવ્યો.ત્યારે મને વિચાર આવ્યો કે જો હું પ્લેઇંગ ઇલેવનનો ભાગ નથી બની શકતો, તો વન-ડે ક્રિકેટ રમવાનો કોઈ અર્થ જ નથી.
સચિન તેંડુલકરે સહેવાગને શું કહ્યું હતું?
વીરેન્દ્ર સેહવાગે કહ્યું,'પછી હું સચિન તેંડુલકરે પાસે ગયો અને કહ્યું કે હું વન-ડેમાંથી નિવૃત્તિ લેવા ઈચ્છું છું. ત્યારે સચિને મને જણાવ્યું કે તેમને પણ 1999-2000 માં આવો જ વિચાર આવ્યો હતો અને તે નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યા હતા, પણ તે સમય ચાલ્યો ગયો. તેમણે મને સલાહ આપી કે વિચાર કર્યા વગર કોઈ મોટો નિર્ણય ન લેશો, 1-2 સિરીઝનો સમય આપો પછી વિચાર કરો,'
સચિનની સલાહ કામ આવી
આમ જોવા જઈએ તો સચિન તેંડુલકરની સલાહ વીરેન્દ્ર સહવાગ માટે ખૂબ જ ઉપયોગી રહી. સેહવાગ વાપસી કરીને આવનારી સિરીઝમાં ખૂબ રન બનાવ્યા. સાથે જ તે ટીમના ફરી વાઇસ- કેપ્ટન પણ બન્યા.