mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

IPL 2024માં ડોટ બોલ રમનારામાં આ ભારતીય બેટર મોખરે, નામ જાણીને તમે પણ ચોંકી જશો

Updated: Apr 10th, 2024

IPL 2024માં ડોટ બોલ રમનારામાં આ ભારતીય બેટર મોખરે, નામ જાણીને તમે પણ ચોંકી જશો 1 - image


Most Dot Balls in IPL: IPLની આ સિઝનમાં જ્યારે છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે બોલરો પણ સારા ફોર્મમાં છે. બેટ્સમેન પાવરપ્લે અને ડેથ ઓવરમાં મોટા શોટ પણ મારતા હોય છે. તેમજ સ્કોર બનાવવાનો પણ પ્રયાસ કરતા હોય છે. એવામાં સૌથી વધુ રન બનાવનાર આ ખેલાડીનું નામ સૌથી વધુ ડોટ બોલ રમવામાં પણ મોખરે છે. ડોટ બોલ એટલે એવો બોલ કે જેમાં ખેલાડીએ કોઇપણ રીતે રન ન બનાવ્યો હોય. જો કે આ લિસ્ટમાં રોહિત શર્માનું નામ નથી પરંતુ ડેવિડ વોર્નર અને ડી કોકનું નામ ટોપ 5માં છે. 

સૌથી વધુ ડોટ બોલ

ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝનની 23 મેચ રમાઈ ચૂકી છે. આ યાદીમાં સૌથી વધુ ડોટ બોલ વિરાટ કોહલીના નામે છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં તેણે 31 ટકા બોલ પર રન બનાવ્યા નથી. 216 બોલનો રમીને આ બેટરે 316 રન બનાવ્યા છે. જેમાં કુલ 67 ડોટ બોલ છે. જયારે આ લિસ્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ 55 બોલ ડોટ્સ રમીને બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર દિલ્હી કેપિટલ્સના ડેવિડ વોર્નરનું નામ છે, જેણે 53 ડોટ બોલ રમ્યા છે. લખનૌ સુપર જાયન્ટ્સના બેટર ક્વિન્ટન ડી કોકે 44 ડોટ બોલ રમ્યા છે.

IPL 2024માં ડોટ બોલ રમનારામાં આ ભારતીય બેટર મોખરે, નામ જાણીને તમે પણ ચોંકી જશો 2 - image

Gujarat