VIDEO: ઇંગ્લેન્ડમાં ધમાકેદાર પ્રદર્શન કરનારા મોહમ્મદ સિરાજનું ભારતમાં ગ્રાન્ડ વેલકમ, ઉમટ્યાં ફેન્સ
Mohammed Siraj Grand Welcome In India : ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન બાદ, સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ બુધવારે હૈદરાબાદ પરત ફર્યો હતો. ભારત પર ફરતાં મોહમ્મદ સિરાજનું એરપોર્ટ પર ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફેન્સને ભીડ જોવા મળી હતી. ઓવલ ટેસ્ટમાં 9 વિકેટ લેવા બદલ સિરાજને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સિરાજે આખી સિરીઝમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. જેમાં કુલ 23 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તમને જણાવી દઈએ કે, સિરાજ પહેલા મુંબઈમાં ઉતર્યો હતો, ત્યારબાદ તે હૈદરાબાદ જવા માટે ફ્લાઇટમાં બેઠો હતો.
મોહમ્મદ સિરાજનું ભારતમાં ગ્રાન્ડ વેલકમ
મોહમ્મદ સિરાજને પહેલી વાર મુંબઈ એરપોર્ટ પર ભારતીય ફિલ્ડિંગ કોચ ટી દિલીપ સાથે જોવા મળ્યો હતો. જ્યારે સિરાજ હૈદરાબાદ પહોંચ્યો ત્યારે મોટી સંખ્યામાં ફેન્સ એરપોર્ટ પર પહેલેથી જ હાજર હતા. સિરાજે ફેન્સ સાથે વધુ વાત કરી ન હતી કે ફોટોગ્રાફ્સ પણ લીધા ન હતા, પરંતુ ફેન્સમાં સિરાજનો ક્રેઝ જોવા મળ્યો હતો.
સિરાજના સન્માનમાં મોટો કાર્યક્રમ યોજાવાની શક્યતા
સિરાજ હૈદરાબાદ એરપોર્ટથી બહાર આવતો નજરે ચડે છે, ત્યારે તે ફોન પર વાત કરતા સીધો કારમાં બેસે છે. તેવામાં અનેક ફેન્સે સિરાજને ખૂબ જ ઉત્સાહિત કર્યા. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ના એક અધિકારીએ કહ્યું હતું કે, તેઓએ હજુ સુધી સિરાજ સાથે વાત કરી નથી, પરંતુ સિરાજના સન્માનમાં એક મોટો કાર્યક્રમ યોજી શકાય છે.
આ પણ વાંચો: ICC રેન્કિંગમાં મોહમ્મદ સિરાજે લગાવી કરિયરની સૌથી લાંબી છલાંગ, પ્રસિધ કૃષ્ણાનો પણ જલવો
ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરૂર હતી. બીજી તરફ, ટીમ ઇન્ડિયાને 4 વિકેટની જરૂર હતી. પાંચમા દિવસે સિરાજે સતત 4 ઓવરનો સ્પેલ ફેંક્યો હતો, જ્યારે તે પાંચમી ઓવર ફેંકવા આવ્યો ત્યારે તેને પહેલા જ બોલ પર ગુસ એટકિન્સનને ક્લીન બોલ્ડ કરી દીધો અને ભારતની જીત 6 રનથી સુનિશ્ચિત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, જે બોલ પર એટકિન્સન ફેંકાયો હતો તે સિરાજે 143 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો.