પહેલા દ.આફ્રિકા સામે શરમજનક પરાજય અને પછી ફ્લાઈટની ઘટના, આખરે કેમ અકળાયો સિરાજ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mohammed Siraj Expressed Anger Over Air India Flight Delay: ટીમ ઈન્ડિયાને પોતાના ઘરમાં વધુ એક ટેસ્ટ સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુવાહાટી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના હાથે 408 રનના મોટા અંતરથી મળેલી સૌથી મોટી અને કારમી હાર સાથે જ ભારતીય ટીમનો સીરિઝમાં 0-2થી સફાયો થઈ ગયો છે. ટીમના પ્રદર્શનથી ચાહકો ગુસ્સે છે અને ખેલાડીઓ પર સવાલ ઉઠી રહ્યા છે. આ વચ્ચે હવે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ફ્લાઈટ લેટ થવા પર સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટ લેટ થતા સિરાજ અકળાયો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા 31 વર્ષીય ફાસ્ટ બોલરે લખ્યું કે, 'ગુવાહાટીથી હૈદરાબાદ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ IX 2884 સવારે 7:25 વાગ્યે ઉડાન ભરવાની હતી. જોકે, એરલાઈન તરફથી કોઈ માહિતી મળી નથી અને વારંવાર ફોન કરવા છતાં તેઓએ કોઈ માન્ય કારણ વિના ફ્લાઈટ લેટ કરી છે. આ ખરેખર નિરાશાજનક છે અને દરેક મુસાફર જાણવા માગે છે. ફ્લાઈટ 4 કલાક લેટ છે, અને હજુ સુધી કોઈ અપડેટ નથી. જેના કારણે અમે અહીં ફસાઈ ગયા છીએ. અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ. જો તેઓ કોઈ નક્કર પગલા લેવા તૈયાર ન હોય તો, હું ખરેખર કોઈને પણ આ ફ્લાઈટમાં મુસાફરી કરવાની ભલામણ નહીં કરીશ.'
એર ઈન્ડિયાએ આપી પ્રતિક્રિયા
ફ્લાઈટ લેટ થવા પર સિરાજે વ્યક્ત કરેલા ગુસ્સા બાદ એરલાઈને સિરાજની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. એર ઈન્ડિયાએ તેમને કહ્યું કે, 'મિસ્ટર સિરાજ તમને થઈ રહેલી પરેશાની બદલ અમે દિલથી માફી માગીએ છીએ. અમને તમને જણાવતા દુઃખ થાય છે કે અચાનક ઓપરેશનલ કારણોસર ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી છે.'
આ પણ વાંચો: 'અમે એક થઈને ફરી વાપસી કરીશું', દ.આફ્રિકા સામે ક્લીન સ્વીપ બાદ ગિલનું નિવેદન
સીરિઝની છેલ્લી ટેસ્ટ માટે ગુવાહાટી પહોંચ્યો હતો
મોહમ્મદ સિરાજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બે મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી ટેસ્ટ માટે ગુવાહાટી પહોંચ્યો હતો. ત્યાંથી પરત ફરતી વખતે તેમને મુસાફરી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ તેની આ પ્રતિક્રિયા સામે આવી છે.









