ઓવલમાં સિરાજનો સિક્કો ચાલ્યો, સીરિઝમાં સૌથી વધુ અને વિદેશની ધરતી પર 100 વિકેટ પૂરી કરી ઇતિહાસ રચ્યો
Mohammed Siraj: ઓવલમાં આજે રમાયેલી ભારત-ઈંગ્લેન્ડની અંતિમ ટેસ્ટ સીરિઝમાં મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્નાની ઉમદા બોલિંગના કારણે ભારતને વિજય મળ્યો છે. તેમજ ટૂર્નામેન્ટ ડ્રો કરવામાં સફળતા મળી હતી. 2-1થી આગળ ચાલી રહેલા ઈંગ્લેન્ડને ભારતે ઓવલમાં આક્રમક બેટિંગની સાથે સાથે આક્રમક બોલિંગથી હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટ સાથે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે તેની ટેસ્ટ કારકિર્દીમાં અનેક મોટી સિદ્ધિ નોંધાવી છે. તેણે લંડનના કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામે 100 વિકેટ ઝડપી ભારતનો 7મો ફાસ્ટ બોલર બન્યો છે. સિરાજે પાંચ મેચની ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી.
સાતમો ભારતીય ફાસ્ટ બોલર
મોહમ્મદ સિરાજે ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં જેક ક્રાઉલીની વિકેટ લઈને વિકેટનો શતક પૂર્ણ કર્યો હતો. ઓવલ ગ્રાઉન્ડ પર રમાયેલી ટેસ્ટ મેચ ભારતની બહાર તેની 27મી ટેસ્ટ હતી, જેમાં તેણે 100 વિકેટની સિધ્ધિ હાંસલ કરી હતી. આ સાથે તે કપિલ દેવ, જવાગલ શ્રીનાથ, ઝહીર ખાન, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ બાદ વિદેશી ધરતી પર 100થી વધુ વિકેટ લેનાર 7મો ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે. સિરાજે ભારતની બહાર ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ સિરાજે ઓસ્ટ્રેલિયામાં 8 ટેસ્ટ રમી છે અને 33 બેટ્સમેનોને આઉટ કર્યા છે. ઇંગ્લેન્ડમાં, તેણે 11 ટેસ્ટમાં 42 વિકેટ અને દક્ષિણ આફ્રિકામાં ચાર મેચમાં 12 વિકેટ લીધી હતી.
આ પણ વાંચોઃ IND vs ENG : ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં રેકોર્ડની વણઝાર, 93 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ
ભારતની બહાર સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી
અનિલ કુંબલે ભારત માટે વિદેશી ધરતી પર સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. મહાન સ્પિનરે તેની 18 વર્ષની કારકિર્દીમાં વિદેશી ધરતી પર 69 ટેસ્ટ મેચ રમી હતી અને 269 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ કપિલ દેવ બીજા ક્રમે છે. જેણે 66 ટેસ્ટમાં 215 વિકેટ લીધી હતી. ઝહીર ખાન વિદેશમાં ભારતનો ત્રીજા સૌથી સફળ બોલર છે. તેણે 54 ટેસ્ટમાં 207 વિકેટ લીધી હતી.
વિદેશની ધરતી પર સૌથી વિકેટ લેનાર ભારતીય ખેલાડી