IND vs ENG : મેદાન પર સિરાજ અને ડકેટ વચ્ચે જોરદાર બબાલ, વાઈરલ થયો VIDEO
IND vs ENG: ક્રિકેટના મેદાનમાં ઘણી વખતે ખેલાડીઓ ગુસ્સે થઈને આમને-સામને આવી જતા હોય છે. ત્યારે આવો જ માહોલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાનમાં જોવા મળ્યો હતો. જેમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઈંગ્લેન્ડ ટીમના બેટર બેન ડકેટ વચ્ચે તુ તુ-મે મે થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
મોહમ્મદ સિરાજ ઈંગ્લેન્ડના બેટર બેન ડકેટ પર થયો ગુસ્સે
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં દેખાય છે કે ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બોલિંગ માટે તૈયાર હોય છે, ત્યારે અચાનક ઈંગ્લેન્ડ ટીમનો બેટર બેન ડકેટ અમ્પાયર પાસે પહોંચી જાય છે. આ દરમિયાન મોહમ્મદ સિરાજ હાથથી ઈશારા કરીને બેન ડકેટ પર ભારે ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. જો કે, આ બંનેની બબાલમાં અમ્પાયર વચ્ચે પડીને મામલો શાંત પાડે છે. નોંધનીય છે કે, બેન ડકેટ અને જેક ક્રોલીએ ઈંગ્લેન્ડ માટે ઈનિંગની શરૂઆત કરી હતી અને બંને વચ્ચે 166 રનની ભાગીદારી જોવા મળી હતી. બેન ડકેટે 100 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 94 રન કરી પેવેલિયન પરત ફર્યો હતો.
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની બોલિંગ અંગે વાત કરીએ તો તેણે પહેલી ઈનિંગમાં 10 ઓવર ફેંકી હતી. જેમાં તેણે એક પણ વિકેટ લીધા વગર 5.8ના સ્ટ્રાઈક રેટથી 58 રન આપ્યા હતા. તેને વિકેટ ન મળતા તેણે બેન ડકેટ પર ગુસ્સે ઉતાર્યો હતો. નોંધનીય છે કે, ત્રીજી સ્ટેટ મેચમાં મોહમ્મદ સિરાજે બેન ડકેટને આઉટ કર્યો હતો. આ દરમિયાન વિકેટ સેલિબ્રેટ કરતા તે બેન ડકેટ સાથે અથડાયો હતો. જેને લઈને આઈસીસીએ સિરાજ પર મેચ ફીસના 15 ટકા દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો: પંત સાથે એવું કર્યુ કે ઈંગ્લેન્ડના બોલરો પર ભડક્યા ફેન્સ, કહ્યું- 'શરમ આવવી જોઈએ'
ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં 358 રન બનાવીને ઓલઆઉટ
ઉલ્લેખનીય છે કે, 24મી જુલાઈએ મેચના બીજો દિવસે ભારતીય ટીમ પોતાની પહેલી ઈનિંગમાં 358 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત માટે પહેલી ઈનિંગમાં ઈજાગ્રસ્ત હોવા છતાં રિષભ પંત અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. ત્યારે ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સે પાંચ વિકેટ ઝડપી હતી.