પંત સાથે એવું કર્યુ કે ઈંગ્લેન્ડના બોલરો પર ભડક્યા ફેન્સ, કહ્યું- 'શરમ આવવી જોઈએ'
Images Sourse: IANS |
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેદુલકર ટ્રોફી 2025ની ચોથી ટેસ્ટ મેચ મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાનમાં રમાઈ રહી છે. 24મી જુલાઈ આ મેચના બીજો દિવસે ભારતીય બેટર રિષભ પંત ઈજાગ્રસ્ત હાલત મેદાનમાં ઉતરીને બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા. મચેના પહેલા દિવસે ઈગ્લેન્ડના બોલર ક્રિસ વોક્સના બોલને રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે તેમને પગમાં ઈજા પહોંચી હતી. જ્યારે રિષભ પંત ફરીથી બેટિંગ કરવા માટે ઉતર્યો ત્યારે ઈગ્લેન્ડના બોલરોએ તેમના ઈજાગ્રસ્ત પગ પર સતત પ્રહાર કર્યા હતા. જેને લઈને ભારતીય ફેન્સ ઈંગ્લેન્ડના બોલરો પર ભડક્યા હતા.
ભારતીય ફેન્સ થયા ગુસ્સે
ટોસ હાર્યા બાદ ભારત ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટમાં પહેલા બેટિંગ કરવા ઉતર્યું. મેચના પહેલા (23મી જુલાઈ) દિવસે જ્યારે રિષભ પંત રમી રહ્યા હતા, ત્યારે ક્રિસ વોક્સનો ફુલ ટોસ બોલ તેમના જમણા પગમાં વાગ્યો. આ બોલથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તેમના પગમાં ફ્રેક્ચર થયું હતું. જો કે, BCCIએ જાહેરાત કરી હતી કે પંત ટીમને જરૂર પડશે તો બેટિંગ માટે હાજર રહેશે, પરંતુ બીજા દિવસે (24મી જુલાઈ) ભારતીય ટીમ મુશ્કેલીમાં દેખાતા આખરે પંત મેદાન પર ફરી વખત બેટિંગ કરવા ઉતર્યો હતો. આ દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે રિષભ પંતના ઈજાગ્રસ્ત પગ પર નિશાન સાધ્યું હતું. જેને લઈને તેમની સોશિયલ મીડિયા પર ટીકા થઈ હતી.
ઈંગ્લેન્ડના બોલરો અંગે ભારતીય ફેન્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' લખ્યું કહ્યું- 'શરમ આવવી જોઈએ. પહેલા રિષભ પંતનો ઈજા પહોંચાડી અને હવે જે રીતે બેન સ્ટોક્સની ટીમે રિષભ પંતની ઈજા પર સતત પ્રહાર કરી રહ્યા છે. ભારતીય બોલરોએ પણ કંઈક આવું જ કરવું જોઈએ.'
અન્ય એક ફેન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' લખ્યું કહ્યું 'બેન સ્ટોક્સ ઋષભ પંતના પગ તરફ જોઈ રહ્યો છે. આ શું દર્શાવે છે.'
'ખેલ ભાવના ક્યાં ગઈ, રિષભ પંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત છતા ઈંગ્લેન્ડનો બોલરો એ જ ઈજા પર પ્રહાર કરી રહ્યા છે.'
રિષભ પંતે ફિફ્ટી ફટકારી
ઉલ્લેખનીય છે કે, રિષભ પંતને પગમાં ઈજા હોવા છતા બેટિંગ કરી હતી. પરંતુ તે અડધી સદી બનાવતા જ આઉટ થઈ ગયો. જોફ્રા આર્ચરે પંતને ક્લીન બોલ્ડ કરી દીધો. પંત 75 બોલ પર 54 રન બનાવીને આઉટ થયો હતો.