Sports

મોહમ્મદ શમીનો મોટો નિર્ણય: ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ

By GS Team
6 Nov 20261 min read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 6 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર ભાવનાત્મક પોસ્ટ લખીને તેમણે આ નિર્ણય જાહેર કર્યો. શમીએ જણાવ્યું કે, ભારતની ટેસ્ટ જર્સી પહેરવાનું તેમનું બાળપણનું સપનું હતું, જે 13 વર્ષ પછી પૂર્ણ થયું. તેમણે સફેદ જર્સીને અલવિદા કહી, પણ તેની યાદોને નહીં છોડે તેમ જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

મોહમ્મદ શમીનો મોટો નિર્ણય: ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ

Mohammed Shami Test Cricket Retirement: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હવે ટેસ્ટ ક્રિકેટમાં રમતા જોવા નહીં મળે. શમીએ શુક્રવાર(6 નવેમ્બર)ના રોજ આ ફોરમેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. શમીએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ લખીને સફેદ જર્સીને અલવિદા કહ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યારે પહેલી વાર ભારતની ટેસ્ટ જર્સી પહેરી હતી, ત્યારે તેમના મનમાં માત્ર એક જ સ્વપ્ન હતું - દેશ માટે કંઈક કરવુ. 13 વર્ષ પછી તે જ તારીખે તેમણે આ સફરને યાદો સાથે વિદાય આપી દીધી.

મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા

શમીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, "હું સફેદ જર્સીને અલવિદા કહી રહ્યો છું, પરંતુ તેની સાથે જોડાયેલી યાદોને ક્યારેય નહીં છોડું." આ પોસ્ટમાં શમીએ લખ્યું કે, ટેસ્ટ ક્રિકેટ તેના માટે માત્ર એક ફોરમેટ નથી, પરંતુ જીવનનો અત્યંત ખાસ ભાગ રહ્યો છે. આ સફરમાં મળેલી દરેક વિકેટ, દરેક સંઘર્ષ, ઈજા અને દરેક પુનરાગમને તેને કંઈક ને કંઈક શીખવ્યું છે.

સાથ આપનારાઓનો માન્યો આભાર

શમીએ પોતાની પોસ્ટમાં એ તમામ લોકોનો આભાર માન્યો, જેઓ તેની ક્રિકેટ કારકિર્દીના સારા અને મુશ્કેલ સમયમાં સાથે ઊભા રહ્યા. શમીએ સાથી ખેલાડીઓ, કોચ, પરિવારના સભ્યો અને કરોડો ભારતીય ફેન્સનો આભાર માન્યો. શમીએ લખ્યું કે, 'આ તમામ લોકોએ દરેક પરિસ્થિતિમાં મારા પર વિશ્વાસ બનાવી રાખ્યો છે.'