Get The App

ભારતના દિગ્ગજ ખેલાડીએ પંતને અરીસો બતાવતા આપી સલાહ, સંજુ સેમસનના કર્યા વખાણ

Updated: Jan 18th, 2025

GS TEAM


Google News
Google News
ભારતના દિગ્ગજ ખેલાડીએ પંતને અરીસો બતાવતા આપી સલાહ, સંજુ સેમસનના કર્યા વખાણ 1 - image


Mohammad Kaif On Rishabh Pant: ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે પોતાની રમતથી બધાને પ્રભાવિત કર્યા છે. જોકે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તે સારું પ્રદર્શન નહોતો કરી શક્યો, જે ચિંતાનો વિષય હતો. પરંતુ પંતે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તે વનડેમાં વધુ સફળ રહ્યો છે. IPLમાં દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ તરીકે પંત સાથે કામ કરનાર મોહમ્મદ કૈફે પંતને અરીસો બતાવતા કેટલીક ખાસ સલાહ આપી છે અને એ પણ જણાવ્યું કે તેણે કોનાથી દૂર રહેવું જોઈએ.

ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમનું આજે એલાન થઈ ગયું છે. જોકે, બધાનું ધ્યાન પંતની સાથે સંજુ સેમસનને તક મળશે કે કેમ તેના પર હતું. પરંતુ ટીમમાં પંતને સ્થાન મળ્યું છે.  જો આપણે તાજેતરના સમય પર નજર કરીએ તો સેમસને મર્યાદિત ઓવરોમાં પંત કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે અને તેથી જ તેનું નામ ચર્ચામાં હતું.

પંતને વાસ્તવિકતા ઓળખવાની જરૂર

પોતાની યુટ્યુબ ચેનલ પર બોલતા કૈફે કહ્યું કે, 'પંત કરતાં સંજુને પહેલા પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, પંતે તેની આસપાસના લોકોની પસદંગી ખૂબ જ ધ્યાનથી કરવી જોઈએ. પંતને વાસ્તવિકતા ઓળખવાની જરૂર છે. જો કોઈ તેને કહી રહ્યું છે કે તમારી સાથે અન્યાય થયો છે, તો તે સત્ય નથી કહી રહ્યા. પંતે આવા મિત્રોથી દૂર રહેવું જોઈએ. કોઈએ તેને કહેવું જોઈએ કે તેના મર્યાદિત ઓવરના આંકડા સારા નથી. સંજુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનું સ્થાન કમાયો છે. પંતને સખત મહેનત કરવાની જરૂર છે.'

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા જાહેર, શમીની વાપસી

ટેસ્ટમાં મોટો મેચ વિનર 

કૈફનું માનવું છે કે, 'જ્યાં સુધી બેટિંગની વાત કરીએ તો સંજુ પંત ​​કરતા આગળ છે, પરંતુ વિકેટકીપિંગમાં પંત સંજુ કરતા વધુ સારો છે. સંજુ સેમસન ઘણો આગળ નીકળી ગયો છે. તમારે સમજવું પડશે કે પંત સાથે લોકોની ભાવનાઓ જોડાયેલી છે. તે ટેસ્ટમાં મોટો મેચ વિનર છે. ગાબામાં રમેલી ઈનિંગ્સ અને દક્ષિણ આફ્રિકામાં તેણે ફટકારેલી સદી કોઈ ભૂલી ન શકે. તેણે વિદેશમાં ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું છે.'

Tags :