Get The App

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર, શમીની વાપસી

Updated: Jan 18th, 2025

GS TEAM


Google News
Google News
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર, શમીની વાપસી 1 - image


India Champions Trophy Squad Live: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થવાની છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમ ભાગ લેશે જેમાં ભારત અને મેજબાન પાકિસ્તાનની ટીમની જાહેરાત થવાની બાકી હતી. જેમાં આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કેપ્ટન રોહિત શર્માની સાથે ચીફ સિલેક્ટરે ખેલાડીઓના નામની જાહેરાત પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. મોહમ્મદ શમીની આખરે ટીમ ઈન્ડિયામાં વાપસી થઇ છે. તે ઘણાં સમયથી ઈજાને કારણે ટીમથી બહાર હતો. જોકે બુમરાહ હાલમાં ઈજાગ્રસ્ત હતો. તેને પીઠમાં ઈજા થઇ હતી. જોકે તેમ છતાં બુમરાહને ફરી ટીમમાં સામેલ કરાયો છે. 

ગિલને મોટી જવાબદારી 

ચેમ્પિયન્સ ટ્રોફી માટે શુભમન ગિલને વાઈસ કેપ્ટન જાહેર કરાયો છે. જોકે મોહમ્મદ સિરાજને સ્કવૉડથી બહાર કરી દેવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત બુમરાહને ટીમમાં સ્થાન અપાયું છે. બીજી બાજુ યશસ્વી જયસ્વાલને પહેલીવાર ટીમ ઈન્ડિયાની વન-ડે સ્કવૉડમાં સામેલ કરાયો છે. ઝડપી બોલર મોહમ્મદ શમી પણ 14 મહિના બાદ વન ડે ટીમમાં પાછો ફર્યો છે. જ્યારે સ્પિનર કુલદીપ યાદવ પણ ઈજામુક્ત થતાં ટીમમાં વાપસી કરી રહ્યો છે. 


ટીમ ઈન્ડિયાની પહેલી મેચ કોની સામે? 

ચેમ્પિયન્સ ટ્રોફી આ વખતે હાઈબ્રિડ મોડેલ હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં રમાશે. ટુર્નામેન્ટની પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ મેજબાન પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાશે. જોકે ટીમ ઈન્ડિયા તેની પહેલી મેચ 20 ફેબ્રુઆરી બાંગ્લાદેશ સામે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. 


ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ : 

રોહિત શર્મા (કેપ્ટન)

શુભમન ગિલ (વાઇસ કેપ્ટન)

વિરાટ કોહલી

શ્રેયસ ઐય્યર

કે એલ રાહુલ

હાર્દિક પંડ્યા

અક્ષર પટેલ

વોશિંગ્ટન સુંદર

કુલદીપ યાદવ

મોહમ્મદ શમી

જસપ્રિત બુમરાહ

અર્શદીપ સિંહ

યશસ્વી જયસ્વાલ

રિષભ પંત

રવિન્દ્ર જાડેજા

ઈંગ્લેન્ડ સામેની સીરિઝ માટે ટીમ :  

રોહિત શર્મા (કેપ્ટન)

શુભમન ગિલ (વાઇસ કેપ્ટન)

વિરાટ કોહલી

શ્રેયસ ઐય્યર

કે એલ રાહુલ

હાર્દિક પંડ્યા

અક્ષર પટેલ

વોશિંગ્ટન સુંદર

કુલદીપ યાદવ

મોહમ્મદ શમી

જસપ્રિત બુમરાહ

અર્શદીપ સિંહ

યશસ્વી જયસ્વાલ

રિષભ પંત

રવિન્દ્ર જાડેજા

હર્ષિત રાણા (ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝમાં રમશે)

Tags :