Get The App

મિથુન મન્હાસ બની શકે છે BCCIના નવા અધ્યક્ષ, રાજીવ શુક્લા ફરી ઉપાધ્યક્ષ; જાણો અન્ય પદો પર કોની નિયુક્તિ

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
મિથુન મન્હાસ બની શકે છે BCCIના નવા અધ્યક્ષ, રાજીવ શુક્લા ફરી ઉપાધ્યક્ષ; જાણો અન્ય પદો પર કોની નિયુક્તિ 1 - image


BCCI New President: BCCIના અનુભવી વહીવટકર્તાઓ અને મુખ્ય નિર્ણય લેનારાઓએ શનિવારે એક અનૌપચારિક બેઠક યોજી હતી, જેથી 28 સપ્ટેમ્બરે યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (AGM) પહેલા બોર્ડના ખાલી પડેલા પદો માટે ઉમેદવારોને અંતિમ રૂપ આપવામાં આવી શકે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે લોકોના નામો પર વિચાર કરવામાં આવ્યો હતો તેમને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. જમ્મુ ક્રિકેટ એસોસિએશનથી આવનારા પૂર્વ ક્રિકેટર મિથુન મન્હાસ BCCIના અધ્યક્ષ હશે, જ્યારે રાજીવ શુક્લા પોતાના ઉપાધ્યક્ષ પદ પર યથાવત રહેશે.

બાકી પદો પર આ લોકોની પસંદગી

બીજી તરફ કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA)ના અધ્યક્ષ રઘુરામ ભટ્ટ ખજાનચી બની શકે છે. પૂર્વ ભારતીય સ્પિનર ​​ભટ્ટનો KSCA અધ્યક્ષ પદ તરીકેનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે.

દેવજીત સૈકિયા સચિવ પદ પર યથાવત રહેશે, જ્યારે પ્રભતેજ ભાટિયા સંયુક્ત સચિવ બની શકે છે. અરુણ સિંહ ધુમલ ફરી એકવાર IPL ચેરમેન રહે તેવી શક્યતા છે. પૂર્વ ભારતીય સ્પિનર ​​હરભજન સિંહ, જેમને પંજાબ ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે AGMમાં મોકલવામાં આવ્યા છે, તેઓ બેઠકનો ભાગ નહોતા.

સત્તારુઢ  ભાજપ ઈચ્છે છે કે, મહત્ત્વપૂર્ણ પદો પર ખેલાડીઓેને સ્થાન મળે, પરંતુ પાર્ટી ભાગ્યે જ રમતગમત સંસ્થાઓના મામલામાં સક્રિય રીતે હસ્તક્ષેપ કરે છે.

ઓઝા-આરપીને મોટી જવાબદારી

આ વચ્ચે એ પણ નક્કી થઈ ગયુ છે કે, પ્રજ્ઞાન ઓઝા રાષ્ટ્રીય સિનિયર પસંદગી સમિતિમાં એસ શરથનું સ્થાન લેશે. શરથને જુનિયર સિલેક્શન કમિટિના નવા ચેરમેન બનાવવામાં આવશે, જ્યાં તેઓ વીએસ તિલક નાયડુનું સ્થાન લેશે. પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહ સુબ્રતો બેનર્જીનું સ્થાન લેશે. નવી પસંદગી સમિતિઓ 28 સપ્ટેમ્બરથી પોતાનો કાર્યભાર સંભાળશે.

BCCIના નવા પદાધિકારીઓ

અધ્યક્ષ- મિથુન મન્હાસ

ઉપાધ્યક્ષ- રાજીવ શુક્લા

ખજાનચી- રઘુરામ ભટ્ટ

સચિવ- દેવજીત સૈકિયા

સંયુક્ત સચિવ- પ્રભતેજ ભાટિયા

IPL ચેરમેન- અરુણ સિંહ ધૂમલ

આ પણ વાંચો: BCCIના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીનું નામ મોખરે, હરભજન સિંહ સહિત આ નામ પણ રેસમાં

BCCIના નવા અધ્યક્ષ પદ માટે અગાઉ પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહના નામની ચર્ચા થઈ હતી પરંતુ હવે આ પદ માટે મિથુન મન્હાસનું નામ લગભગ નક્કી છે. BCCIના અધ્યક્ષની પોસ્ટ પર મિથુન મન્હાસ રોજર બિન્નીનું સ્થાન લેશે. જેમણે 70 વર્ષની ઉંમરમાં આ પદ છોડ્યું છે. રોજર બિન્ની પહેલા સૌરવ ગાંગુલી BCCIના પ્રેસિડન્ટ હતા. BCCIની કમાન સંભાળનાર મિથુન મન્હાસ ત્રીજો ક્રિકેટર હશે.

Tags :