Get The App

MI vs CSK: સંજુ સેમસને 54 બોલમાં સદી ફટકારી, ચાલુ સીઝનની બીજી તો IPLની પાંચમી સદી

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
MI vs CSK: સંજુ સેમસને 54 બોલમાં સદી ફટકારી, ચાલુ સીઝનની બીજી તો IPLની પાંચમી સદી 1 - image


Sanju Samson Records: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના સંજુ સેમસને મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે શાનદાર સદી ફટકારી. આ સિઝનમાં તેના બેટથી નીકળેલી આ બીજી સદી તો IPL કરિયરની કુલ 5મી સદી હતી. જે તેણે 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 54 બોલમાં પૂરી કરી હતી. અગાઉ તેણે દિલ્હી કેપિટલ્સ (DC) સામે અણનમ 115 રનની ઇનિંગ રમી હતી. 

ચાર અલગ અલગ સિઝનમાં ફટકારી પ્રથમ સદી

સંજુ સેમસન માટે IPL 2026 સપના સમાન રહ્યું છે. આ પહેલા તે દિલ્હી કેપિટલ્સ સામે 115 રનની ઐતિહાસિક ઇનિંગ રમી ચૂક્યો છે, જે આ સિઝનની પ્રથમ સદી હતી. સંજુ IPL ઈતિહાસનો એકમાત્ર એવો ખેલાડી બની ગયો છે જેણે ચાર અલગ-અલગ સિઝન (2017, 2019, 2021 અને 2026) માં સિઝનની પ્રથમ સદી ફટકારી હોય.

IPLમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનમાં સ્થાન

સેમસને આ સદીની સાથે જ કેએલ રાહુલની બરાબરી કરી લીધી છે. રાહુલના પણ IPL માં 5 શતક છે. હવે સેમસન IPLમાં સંયુક્ત રીતે ચોથો સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેનાથી વધુ સદી માત્ર નીચે મુજબના ખેલાડીઓની છે

-વિરાટ કોહલી: 8

-જોસ બટલર: 7

-ક્રિસ ગેલ: 6

સેમસને ડેવિડ વોર્નર, શુભમન ગિલ અને શેન વોટસનને પાછળ છોડી દીધા છે. આ ખેલાડીઓના નામે IPLમાં 4-4 સદી છે.

આ પણ વાંચો: ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો

આવું રહ્યું છે સેમસનનું IPL કરિયર

સેમસને તેની IPL કારકિર્દીમાં અત્યાર સુધી 184 મેચ રમી છે, જેમાં તેણે લગભગ 31 ની સરેરાશ સાથે 4,900 થી વધુ રન બનાવ્યા છે. તે આ લીગમાં 27 અડધી સદી ઉપરાંત 5 સદી પણ ફટકારી ચૂક્યો છે. IPL માં તેના નામે 230થી વધુ સિક્સર નોંધાયેલી છે. તે 400થી વધુ ચોગ્ગા પણ મારી ચૂક્યો છે. તે CSK પહેલા રાજસ્થાન રોયલ્સ (RR) અને દિલ્હી કેપિટલ્સ (DC) નું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.