જીત બાદ પણ કેમ રડી પડ્યો લિયોનેલ મેસી? મેદાન પર થયો ભાવુક, નિવૃત્તિની અટકળો તેજ
Lionel Messi: લિયોનેલ મેસીને બે ગોલના દમ પર આર્જેન્ટિનાએ બ્યૂનોસ આર્યસમાં રમાયેલી વર્લ્ડકપ ક્વોલિફાયર મેચમાં વેનેજુએલાને 3-0થી હરાવી દીધું છે. આ જીત પછી મેસી ઘણો ભાવુક થઈ ગયો હતો. ફૂટબોલની દુનિયાનો આ દિગ્ગજ ખેલાડી મોન્યુમેન્ટલ સ્ટેડિયમ ખાતે તેના પુત્ર સાથે પહોંચ્યો હતો, જ્યાં દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. 80 હજાર દર્શકોની સામે મેસીની આખોમાં આંસુ હતા. ટીમ જ્યારે લાઇનઅપ થઈ રહી હતી, ત્યારે મેસીની આંખો નરમ હતી. જેના કારણે એવો અંદાજ લગાવાઈ રહ્યો હતો કે, આ મેસીની આર્જેન્ટિના માટે છેલ્લી મેચ છે.
આ પણ વાંચો: એશિયા કપ પહેલા હાર્દિક પંડ્યાનો વિદેશી લુક, ફેન્સે કહ્યું- હવે ઓળખવો પણ મુશ્કેલ!
આવી રીતે કર્યો ગોલ
આર્જેન્ટિના માટે આ મેચનો પહેલો ગોલ 39 મિનિટે આવ્યો. જુલિયન અલ્વારેજે વેનેજુએલાની પેનલ્ટી એરિયામાં દખલ કરી અને ત્યાંથી બોલને મેસીને ક્રોસ પાસ કર્યો. મેસીએ તેના જમણા પગેથી બોલને નેટ પર નાખી ખાતું ખોલ્યું. ત્યારબાદ દર્શકો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા. લાઉટારો માર્ટિનેજની ટીમ માટે બીજો ગોલ માર્યો અને પછી મેસીએ ફ્રી કીક ના માધ્યમથી ત્રીજો ગોલ કર્યો.આ મેચનું ક્વોલિફિકેશનને લઈને વધુ મહત્ત્વનું નહોતું. આર્જેન્ટિના ટીમ 2026માં આયોજિત ફીફા વર્લ્ડ કપ માટે પહેલેથી જ ક્વોલિફાય થઈ ચૂકી છે, પરંતુ આ મેચમાં મેસીનું ઇમોશનલ થવું એ એ વાતનો સંકેત છે કે ઘરેલુ મેદાન પર તેણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
સત્તાવાર જાહેરાત નથી કર્યું
મેસીએ હજુ સુધી તેની નિવૃત્તિ અંગે કોઈ સત્તાવાર રીતે કંઈ પણ કહ્યું નથી. તેણે આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપમાં રમવા દ્વારા પણ હજુ સુધી કંઈક પણ પુષ્ટિ કરી નથી. જો કે, તેણે એ વાતના સંકેત આપ્યા છે કે આ મેચ તેમની છેલ્લી મેચ છે. બ્યુનોસ એર્સમાં મેસી જેટલા ઇમોશનલ હતો, એને જોતાં તેની નિવૃત્તિની ચર્ચાએ જોર પકડ્યું છે.