Get The App

મોહમ્મદ સિરાજ સાથે અફેરની ચર્ચા પર માહિરા શર્માએ તોડ્યું મૌન, કહ્યું- બધાના મોં બંધ ન કરાવી શકું

Updated: Mar 4th, 2025

GS TEAM


Google News
Google News
મોહમ્મદ સિરાજ સાથે અફેરની ચર્ચા પર માહિરા શર્માએ તોડ્યું મૌન, કહ્યું- બધાના મોં બંધ ન કરાવી શકું 1 - image


Image: Facebook

Mahira Sharma Mohammed Siraj Affair Rumor: બિગ બોસ 13ની પોપ્યુલર સ્પર્ધક માહિરા શર્મા અને ક્રિકેટર મોહમ્મદ સિરાજના અફેરના સમાચાર છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યાં છે. રિપોર્ટ્સ અનુસાર બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે પરંતુ પોતાના આ સંબંધની હકીકત અત્યારે દુનિયાની સામે લાવવા માગતા નથી. આ દરમિયાન માહિરા શર્માનું એક ઈન્ટરવ્યૂ સામે આવ્યું છે જેમાં તેણે ક્રિકેટરને ડેટ કરવાના સમાચારને અફવા ગણાવી છે. સાથે જ જણાવ્યું છે કે હું કોઈની પણ સાથે રિલેશનશિપમાં નથી.

એક્ટ્રેસે સ્પષ્ટ કર્યું કે 'હું ક્રિકેટરને ડેટ કરી રહી નથી અને આવી અટકળો પર પ્રતિક્રિયા આપવા માગતી નથી. ચાહકો ઘણી વખત મને અલગ-અલગ લોકો, કો-એક્ટર્સની સાથે પણ જોડે છે અને વીડિયો એડિટ કરે છે, જેને તે કંટ્રોલ કરી શકતી નથી. ગત દિવસોમાં માહિરા શર્માની માતા સાનિયાએ પણ બંનેના અફેરના સમાચારને માત્ર અફવા ગણાવી હતી. તેની માતાએ કહ્યું હતું કે 'માહિરા ફેમસ છે તેથી તેનું નામ અલગ-અલગ સેલેબ્રિટી સાથે જોડાતું રહે છે.'

આ પણ વાંચો: IND vs AUS LIVE: સેમિફાઇનલમાં જીત માટે ઓસ્ટ્રેલિયાએ ભારતની જ ફોર્મ્યુલા અપનાવી

માહિરા શર્માને બિગ બોસ 13ના કારણે ખૂબ લોકપ્રિયતા મળી છે. શો દરમિયાન એક્ટ્રેસને પસંદ કરવામાં આવી હતી. તેની જોડી અન્ય સ્પર્ધક પારસ છાબડા સાથે પણ જોડાઈ. શો બાદ બંનેની મિત્રતા લાંબા સમય સુધી રહી. અમુક સમય બાદ તેમના અફેરના પણ સમાચાર હતાં પરંતુ લગભગ બે વર્ષ પહેલા આ સંબંધ તૂટી ગયો. પારસે પોતાના ઘણા ઈન્ટરવ્યૂમાં માહિરા સાથે અફેર પર હિંટ આપી છે પરંતુ બંનેએ એકબીજાનું સન્માન કરતાં આગળ વધવાનું યોગ્ય સમજ્યું. હવે પારસ પોતાની યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યો છે અને માહિરા નવા પ્રોજેક્ટ્સમાં નજર આવવાની છે.

Tags :