IND vs AUS: ભારતની ફાઈનલમાં એન્ટ્રી, સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, કોહલી-રાહુલ-હાર્દિક છવાયા
ICC Champions Trophy Semi Final: દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલમાં ભારતની ભવ્ય જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. આજની મેચમાં વિરાટ કોહલી, કે.એલ.રાહુલ અને હાર્દિક પંડ્યાની ધમાકેદાર બેટીંગ અને શમીની શાનદાર બોલિંગથી ભારતને ભવ્ય જીત મળી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 264 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ભારતે છ વિકેટ ગુમાવીને ટાર્ગેટ પાર પાડ્યો છે. હવે આવતીકાલે (5 માર્ચ) ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી સેમિફાઈનલ રમાશે. આ મેચમાં જીતનારી ટીમ સામે ભારત 9મી માર્ચે ફાઈનલ રમશે. જો કે, રોહિતની કૅપ્ટનશીપ હેઠળ આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ અત્યારસુધીની તમામ મેચ જીતી છે.
ભારતે લીધો બદલો
વર્ષ 2023માં વનડે વર્લ્ડકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને મ્હાત આપી હતી. એવામાં આજે ભારતીય ટીમે ભવ્ય જીત મેળવીને ઓસ્ટ્રેલિયાનો બદલો લીધો છે.
ભારતીય બેટર્સનું પ્રદર્શન
- રોહિત શર્મા (કેપ્ટન) - 28 રન (29 બોલ)
- શુભમન ગિલ - 8 રન (11 બોલ)
- વિરાટ કોહલી - 84 રન (98 બોલ)
- શ્રેયસ અય્યર - 45 રન (62 બોલ)
- અક્ષર પટેલ - 27 રન (30 બોલ)
- કે.એલ. રાહુલ* - 42 રન (34 બોલ)
- હાર્દિક પંડ્યા - 28 રન (24 બોલ)
- રવિન્દ્ર જાડેજા* - 2 રન (1 બોલ)
ભારતીય બોલર્સનું પ્રદર્શન
- મોહમ્મદ શમી - 3 વિકેટ
- રવિન્દ્ર જાડેજા - 2 વિકેટ
- વરૂણ ચક્રવર્તી - 2 વિકેટ
- અક્ષર પટેલ - 1 વિકેટ
- હાર્દિક પંડ્યા - 1 વિકેટ
હાર્દિકે છેલ્લી ઘડીએ ધમાકેદાર બેટિંગ કરી
વિરાટ કોહલીએ દમદાર બેટિંગ કર્યા બાદ ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા મેદાનમાં આવ્યો હતો અને તેણે મેદાનમાં આવતા ફોર-સિક્સ ફટકારવાનું શરૂ કરી દીધું હતું. હાર્દિકે 24 મિનિટ સુધી ક્રિઝ પર ઉભો રહ્યો હતો અને તેણે 24 બોલમાં ત્રણ સિક્સ અને એક ફોર સાથે 28 રન નોંધાવ્યા હતા.
વિરાટ કોહલીની ફિફ્ટી
ભારતની વાત કરીએ તો રોહિત શર્માએ 29 બોલમાં એક સિક્સ અને ત્રણ ફોર સાથે 28 રન, શુભમન ગીલે 11 બોલમાં 8 રન, વિરાટ કોહલીએ 98 બોલમાં પાંચ ફોર સાથે 84 રન, શ્રેયસ ઐય્યરે 62 બોલમાં ત્રણ ફોર સાથે 45 રન, અક્ષર પટેલે 30 બોલમાં એક ફોર અને એક સિક્સ સાથે 27 રન, કે.એલ.રાહુલે 34 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે અણનમ 42 રન, હાર્દિક પંડ્યાએ 24 બોલમાં ત્રણ સિક્સ અને એક ફોર સાથે 28 જ્યારકે રવિન્દ્ર જાડેજાએ બે એક બોલમાં અણનમ બે રન નોંધાવ્યા હતા.
કોહલીએ અનેક રેકોર્ડ તોડ્યા
સૌથી વધુ અડધી સદી ફટકારવા મામલે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. આ ઉપરાંત કોહલી ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાવ ભારતીય બેટર બન્યો છે. આ પહેલા શિખર ધવને ચેમ્પિયન ટ્રોફીમાં 701 રન ફટકાર્યા હતા. એટલું જ નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારવા મામલે પણ કોહલીએ સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડી સાત ફિફ્ટી ફટકારી છે.
મોહમ્મદ શામીની ત્રણ વિકેટ
ભારતની બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ શામીએ ત્રણ વિકેટ, વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ, જ્યારે હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે એક-એક વિકેટ ખેરવી હતી.
સ્ટિવ સ્મિથ અને એલેક્સ કેરીની ફિફ્ટી
ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગમાં આવેલા ટ્રિવેસ હેડે 33 બોલમાં બે સિક્સ અને પાંચ ફોર સાથે 39 રન નોંધાવ્યા હતા. જ્યારે કોપર કોન્ડલી શૂન્ય રને આઉટ થયો હતો. ઓસી. તરફથી સૌથી વધુ સ્ટિવ સ્મિથે 96 બોલમાં એક સિક્સ અને ચાર ફોર સાથે 73 રન જ્યારે એલેક્સ કેરીએ 57 બોલમાં એક સિક્સ અને આઠ ફોર સાથે 61 રન નોંધાવ્યા હતા. જ્યારે બાકીના કોઈપણ ખેલાડી ખાસ રમી શક્યા ન હતા. બોલિંગની વાત કરીએ તો ઓસી. તરફથી નાથન એલીસ અને એડમ ઝામ્પાએ બે-બે વિકેટ ખેરવી હતી, જ્યારે બેન ડાવરેસીયુ અને કુપર કોનોલીએ એક-એક વિકેટ ઝડપી હતી.
આવતીકાલે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે બીજી સેમિફાઇનલ રમાશે. આ બંને મેચમાં જીતનારી ટીમ વચ્ચે ફાઇનલમાં મુકાબલો થશે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઇંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર કર્યા છે. જ્યારે ટીમ ઇન્ડિયાએ પોતાની જૂની ટીમ જાળવી રાખી છે.
ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઈલેવનઃ
રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી
સ્ટીવ સ્મિથ (કૅપ્ટન), કૂપર કોનલી, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન ડ્વારશૂઈસ, નાથન એલિસ, તનવીર સંઘા, એડમ જામ્પા