'હું હજુ 15-20 વર્ષ CSKની સાથે જ છું, પણ એવું ન સમજતા કે...', મહેન્દ્ર સિંહ ધોનીનું ચોંકાવનારું નિવેદન
![]() | |
Image source: IANS |
Mahendra Singh Dhoni Big Statement: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગયા મહિને (7 જુલાઈએ) જન્મદિવસ ઉજવ્યો હતો. ધોની 44 વર્ષની ઉંમરે પણ IPL (ઈન્ડિયન પ્રીમિયર લિંગ)માં ચેન્નઈની ટીમ માટે રમી રહ્યો છે. IPLમાં CSK માટે પાંચ વાર ટાઇટલ જીતનારા ધોની આવતી સિઝન માટે રમશે કે નહીં તેને લઈને અસમંજસ છે. ધોનીએ કહ્યું છે, કે તે હંમેશા CSK સાથે રહેશે.
આ પણ વાંચો : ઈંગ્લેન્ડમાં દમદાર પરફોર્મન્સ કરનાર ટીમ ઈન્ડિયાનો ચાલુ વર્ષે વ્યસ્ત શેડ્યૂલ, આ રહી યાદી
ધોનીએ શું કહ્યું?
એક ઇવેન્ટમાં પાંચ વાર ટાઇટલ જીતનાર CSKની ટીમના મહત્ત્વના ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, 'હું અને CSK, અમે સાથે છીએ. આવનારા 15-20 વર્ષ સુધી પણ અમે સાથે રહીશું. એવું ના વિચારતા કે હું 15-20 વર્ષ ક્રિકેટ રમીશ.'
હંમેશા પીળી જર્સી માટે રહીશ
મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે હું હંમેશાં કહેતો આવ્યો છું કે મારી પાસે નિર્ણય લેવા માટે ખૂબ સમય છે, પરંતુ જો તમે CSKની ટીમ માટે પૂછી રહ્યા છો તો કહીશ કે હું હંમેશા પીળી જર્સીમાં જ રહીશ, ભલે હું રમું કે ન રમું તે અલગ વાત છે. CSKએ મને એક સારો ક્રિકેટર બનવામાં ખૂબ મદદ કરી છે. તેણે કહ્યું કે 'છેલ્લી સિઝન અમારી માટે સારી નહોતી, પરંતુ મને આશા છે કે IPL 2026માં અમે સારો દેખાવ કરીશું,' નોંધનીય છે કે IPL 2025માં CSKએ માત્ર 14 માંથી ફક્ત 4 મેચ જ જીતી હતી.