ઈંગ્લેન્ડમાં દમદાર પરફોર્મન્સ કરનાર ટીમ ઈન્ડિયાનો ચાલુ વર્ષે વ્યસ્ત શેડ્યૂલ, આ રહી યાદી
|
ભારતીય ટીમને મળ્યો બ્રેક
ઇંગ્લેન્ડનો પ્રવાસ પૂરો થયા બાદ હવે ભારતીય ટીમને બ્રેક મળ્યો છે. હવે ભારતીય ટીમ સપ્ટેમ્બર મહિનામાં UAEમાં એશિયા કપ રમશે. UAE ના અબૂ ધાબી અને દુબઈમાં આયોજીત એશિયા કપમાં ભારતીય ટીમને પાકિસ્તાન, યુએઈ અને ઓમાન સાથે ગ્રુપ-એમાં સામેલ કરવામાં આવ્યું છે.
એશિયાકપ 2025માં ભારતીય ટીમની મેચ
એશિયા કપ 2025માં ભારતીય ટીમ પહેલી મેચ 10 સપ્ટેમ્બરે યુએઇ સામે રમશે. પછી ભારતીય ટીમ દુબઈમાં જ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે.ભારતીય ટીમની છેલ્લી ગ્રુપ મેચ 19 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં ઓમાન સામે રમાશે. સુપર-4 સ્ટેજમાં ભારતીય ટીમને પહોંચવાની પૂરી સંભાવના છે, જ્યાં ટીમને ત્રણ મેચ રમવાની રહેશે, અને ટુર્નામેન્ટની ફાઇનલ મેચ દુબઈમાં રમાશે.
એશિયા કપ પછી વેસ્ટ ઈન્ડિઝ સાથે મેચ
એશિયા કપ પછી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવશે. બંને ટીમ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝ રમાશે. પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોમ્બરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે બીજી મેચ 10 ઓક્ટોમ્બરથી દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
વેસ્ટ ઈન્ડિઝ સાથે ભારતની મેચનું શેડ્યૂલ
મેચ | તારીખ | સ્થળ |
પહેલી ટેસ્ટ | 2થી 6 ઑક્ટોબર | અમદાવાદ |
બીજી ટેસ્ટ | 10થી 14 ઓક્ટોબર | નવી દિલ્હી |
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
વેસ્ટ ઈન્ડિઝની સામે ટેસ્ટ સીરિઝ પૂર્ણ થયા બાદ અમુક દિવસોમાં જ ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 3 વનડે મેચની સીરિઝ રમશે. આ ટુર્નામેંટમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની પણ વાપસી થઈ શકે છે. જણાવી દઈએ કે રોહિત અને વિરાટે ટેસ્ટ અને ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં નિવૃત્તિ લઈ લીધી છે.
ભારત-ઓસ્ટ્રેલિયાની મેચનું શેડ્યૂલ
મેચ | તારીખ | સ્થળ |
પહેલી વન-ડે | 19 ઓક્ટોબર | પર્થ સ્ટેડિયમ,પર્થ |
બીજી વન-ડે | 23 ઓક્ટોબર | એડિલેડ ઓવલ સ્ટેડિયમ, એડિલેડ |
ત્રીજી વન-ડે | 25 ઑક્ટોબર | એચસીજી, સિડન |
પહેલી T20 | 29 ઑક્ટોબર | મનુકા ઓવલ, મેલબર્ન |
બીજી T20 | 31 ઓક્ટોબર | એમસીજી, મેલબર્ન |
ત્રીજી T20 | 2 નવેમ્બર | બેલેરિવ ઓવલ, હોબાર્ટ |
દક્ષિણ આફ્રિકા સાથે મેચ
ઑસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારતીય ટીમ હોમ ગ્રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20ની મેચ રમશે. પહેલી ટેસ્ટ મેચ 14 નવેમ્બર અને બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી રમાશે. પછી વનડે સીરિઝની શરૂઆત 30 નવેમ્બરથી થશે. જ્યારે T20 સીરિઝની શરૂઆત 9 ડિસેમ્બરે થશે. T20 સીરિઝની છેલ્લી મેચ 19 ડિસેમ્બરે રમાશે.
ભારત-દક્ષિણ આફ્રિકાની મેચનું શેડ્યૂલ
મેચ | તારીખ | સ્થળ |
પહેલી ટેસ્ટ | 14થી 18 નવેમ્બર | કોલકાતા |
બીજી ટેસ્ટ | 22થી 26 નવેમ્બર | ગુવાહાટી |
પહેલી વન-ડે | 30 નવેમ્બર | રાંચી |
બીજી વન-ડે | 3 ડિસેમ્બર | રાયપુર |
ત્રીજી વન-ડે | 6 ડિસેમ્બર | વિશાખાપટ્ટનમ |
પહેલી ટી20 | 9 ડિસેમ્બર | કટક |
બીજી ટી20 | 11 ડિસેમ્બર | મુલ્લાંપુર |
ત્રીજી ટી20 | 14 ડિસેમ્બર | ધર્મશાલા |
ચોથી ટી20 | 17 ડિસેમ્બર | લખનઉ |
પાંચમી ટી20 | 19 ડિસેમ્બર | અમદાવાદ |