આજના આ એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવ્યું છે. આ જીત સાથે મુંબઈની ટીમ ક્વોલિફાયર-2માં પહોંચી ગઈ છે. ક્વોલિફાયર-2માં મુંબઈનો મુકાબલો 26 મેના રોજ અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે થશે.
આકાશ મેધવાલે ઘાતક બોલિંગ કરી
લખનઉની ટીમ 16.3 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈની ટીમમાંથી આકાશ મેધવાલે ઘાતક બોલિંગ કરી હતી. તેમણે 3 ઓવરમાં માત્ર 5 રન આપી 5 વિકેટ ઝડપી હતી. તથા મુંબઈની ટીમમાં બેટિંગમાં કેમરોન ગ્રીને 41 અને સૂર્યકુમાર યાદવે 33 રન બનાવ્યા હતા.
સૂર્યકુમાર યાદવ અને કેમરૂન ગ્રીનની ધામેકાદાર પાર્ટનરશિપ
પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવ અને કેમરૂન ગ્રીને 26 બોલમાં ફિફ્ટી પાર્ટનરશિપ કરી હતી. બંનેએ 38 બોલમાં 66 રન ફટકાર્યા હતા. સૂર્યકુમારે 20 બોલમાં 33 રન કર્યા હતા અને ત્યારપછી કેમરૂન ગ્રીન પણ 41 રને આઉટ થયો હતો.
મુંબઈએ પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવી
શરુઆતમાં મુંબઈની શરૂઆત એટલી ખાસ જોવા મળી ન હતી. મુંબઈની ટીમે કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશનની વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. જો કે, ત્યારબાદ પણ પાવરપ્લેમાં સૂર્યકુમાર યાદવ અને કેમરૂન ગ્રીને ધમાકેદાર બેટિંગ કરી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ-11
લખનઉ સુપરજાયન્ટ્સ:
કૃણાલ પંડ્યા (કેપ્ટન), આયુષ બદોની, દીપક હુડા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન ઉલ હક, યશ ઠાકુર અને મોહસીન ખાન.
મુંબઈ ઈન્ડિયન્સ:
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, રિતિક શોકીન, પીયુષ ચાવલા, જેસન બેહરનડોર્ફ અને આકાશ મેધવાલ.
Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો
બંને ટીમોની એલિમિનેટર સુધીની સફર
લખનઉએ લીગ રાઉન્ડમાં 14 મેચ રમી હતી જેમાં તેણે 8 મેચ જીતી અને 5 મેચ હારી ગઈ હતી. એક મેચ ડ્રોમાં રહી હતી. લખનઉ અને ચેન્નઈની ટીમના પોઈન્ટ 17-17 સમાન હતા. જો કે ચેન્નઈની નેટ રન રેટ સારી હોવાના કારણે તે બીજા સ્થાને રહી હતી. આ સાથે બીજી ટીમ મુંબઈ ઈન્ડિયન્સે લીગ રાઉન્ડમાં 14 મેચ રમી હતી જેમાં 8 મેચ જીતી અને 6 મેચ હારી ગઈ હતી. મુંબઈના 16 પોઈન્ટ હતા અને તે ચોથા સ્થાને રહ્યી હતી.


