ભાષા વિવાદ વચ્ચે શિંદે જૂથના MLAએ કહ્યું- 'છત્રપતિ સંભાજીએ 16 ભાષાઓ શીખી હતી, આવી રાજનીતિ ખોટી'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Language Dispute: છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) માં હિન્દી-મરાઠી ભાષા વિવાદને લઈને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે. છત્રપતિ સંભાજી મહારાજ બહુભાષી હોવાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, 'છત્રપતિ સંભાજી મહારાજ 16 ભાષાઓ શીખ્યા હતા.'
આ પણ વાંચો: ગજબ ઘટના: પોલીસ કોન્સ્ટેબલને ઘરે બેઠા મળી ગયો 28 લાખ પગાર, 12 વર્ષથી નથી ગયો ડ્યૂટી પર
'રેલીમાં બંને નેતાઓએ હિન્દી લાદવા પર...'
ગાયકવાડનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઠાકરે બ્રધર્સ (ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે) એ શનિવારે મુંબઈના વર્લી ખાતે એક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં ઠાકરે બ્રધર્સ 2 દાયકા પછી એક મંચ પર ભેગા થયા હતા. આ રેલી રાજ્ય સરકારના હિન્દીને ત્રીજી ભાષા તરીકે લાગુ કરવાના અને પહેલા ધોરણથી વર્ગમાંથી હિન્દી શીખવવાના પ્રસ્તાવિત આદેશોને પાછા ખેંચવાના નિર્ણયની ઉજવણી તરીકે આયોજિત કરવામાં આવી હતી. રેલીમાં બંને નેતાઓએ હિન્દી 'લાદવાના' અને મરાઠી ભાષાને સાઈડ પર કરવાની કોઈપણ કોશિશનો વિરોધ કરવાની વાત કરી હતી.
'છત્રપતિ સંભાજી મહારાજ 16 ભાષાઓ શીખ્યા હતા'
આ વાત પર ધારાસભ્ય સંજય ગાયકવાડે કહ્યું કે, 'છત્રપતિ સંભાજી મહારાજ 16 ભાષાઓ શીખ્યા હતા. તારાબાઈ અને જીજાબાઈ પણ હિન્દી સહિત ઘણી ભાષાઓ જાણતા હતા. આપણે શક્ય તેટલી ભાષાઓ શીખવી જોઈએ. ભાષા પર રાજકારણ કરવું ખોટું છે.'
'...તો આપણે ઉર્દૂ પણ શીખવી જોઈએ'
ગાયકવાડે દલીલ કરતાં કહ્યું કે, 'જો આપણે આતંકવાદને રોકવો હોય તો આપણે ઉર્દૂ પણ શીખવી જોઈએ. આ વાત મેં ઘણી કહી છે.'
આ પણ વાંચો: 'પહલગામમાં આતંકીઓએ ધર્મ પૂછ્યો, હવે ભાષા પૂછીને થઈ રહ્યા છે હુમલા', મનસે પર ભડકી ભાજપ
છત્રપતિ સંભાજી મહારાજ ખૂબ જ વિદ્વાન શાસક હતા
ઇતિહાસકારોના કહેવા પ્રમાણે છત્રપતિ સંભાજી મહારાજ ખૂબ જ વિદ્વાન શાસક હતા અને તેઓ સંસ્કૃત, મરાઠી અને હિન્દુસ્તાની સહિત અનેક ભાષાઓ જાણતા હતા. તેમની ઘણી કૃતિઓ સાહિત્યિક દૃષ્ટિકોણથી ખૂબ મૂલ્યવાન માનવામાં આવે છે.









