કોહલી અને રોહિતનું ઈન્ટરનેશનલ કરિયર ખતમ? પૂર્વ ક્રિકેટરે કહ્યું- બંનેએ નિવૃત્તિ જ ખોટા ફોર્મેટમાંથી લીધી
Kohli and Rohit’s International Career Over?: શું વિરાટ કોહલી અને રોહિત શર્માનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર ખતમ થઈ ગયું છે. બંન્ને T20I અને ટેસ્ટમાંથી નિવૃતિ લઈ ચૂક્યા છે. માત્ર ODIમાંથી નિવૃતિ નથી લીધી. એક એવી પણ વાત છે કે, 2023ના વર્લ્ડ કપ ફાઈનલમાં મળેલી હારનો ડાઘ ધોવા માટે તેમની નજર 2027ના ODI વર્લ્ડ કપ પર છે. જેમ તેમણે T20ના વર્લ્ડ કપ જીતીને સૌથી ટૂંકા ફોર્મેટને અલવિદા કહી દીધું. એજ રીતે તેઓ ODI માટે પણ આવું કરવા ઈચ્છે છે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ કહ્યું કે, બંન્નેએ ખોટા ફોર્મેટમાંથી નિવૃતિ લીધી છે.
BCCI દ્વારા બંન્નેને ODIમાંથી નિવૃતિ લેવાનું કહેવામાં આવી શકે
નોંધનીય છે કે, વધતી ઉંમર અને ફિટનેસને જોતા બંન્ને માટે 2027 સુધી રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. આ અંગે એક હિન્દી અખબારે લખ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા સામેની 3 ODI મેચની સીરિઝ પછી BCCI દ્વારા બંન્નેને ODIમાંથી નિવૃતિ લેવાનું કહેવામાં આવી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે તેમને એમ પણ કહેવામાં આવી શકે છે કે, જો તેઓ 2027ની વર્લ્ડ કપમાં રમવું હોય તો તેમણે વિજય હજારે ટ્રોફીમાં રમવું પડશે.
'બંને ખોટા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી'
આ અંગે આકાશ ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પર વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે કહ્યું, 'બંને ખોટા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અચાનક ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો. તેમનું કહેવું છે કે, તેઓ હવે ફક્ત વનડે જ રમશે. મને આ વાતથી વાંધો છે. હું તમને કહીશ કે કેમ... ટેસ્ટ ક્રિકેટ સૌથી અઘરું ફોર્મેટ છે. વાઈટ બોલ ક્રિકેટ નીરસ છે, પરંતુ ટેસ્ટ સાથે આવું નથી. જ્યારે બેટરોની વાત કરવામાં આવે છે, ત્યારે ટેસ્ટ સૌથી અઘરું હોય છે જ્યારે વનડે સૌથી સરળ હોય છે.'
આ પણ વાંચો: 8 વર્ષના રિલેશન અને 4 બાળકો બાદ રોનાલ્ડોએ જોર્જિનાને કર્યું પ્રપોઝ, સગાઈની તસવીર વાઈરલ
ચોપરાએ તેના પોઈન્ટ સમજાવતાં કહ્યું કે, 'જો તમે વર્ષમાં માત્ર 6 વનડે રમો છો, તો તમને રમત માટે માત્ર 6 દિવસનો જ ટાઈમ મળશે. તમે તમારી જાતને મોટિવેટેડ કેવી રીતે રાખશો? તમે કેવી રીતે તૈયારી કરશો? તમે કેવી રીતે ફિટ રહેશો ? આ હું વિચારી રહ્યો છું. તમારે કહેવું જોઈતું હતું કે, હું વનડે કે T20 નહીં રમીશ, પણ હું ટેસ્ટ રમીશ. કલ્પના કરો, જો તમે ઇંગ્લેન્ડ સામે સીરિઝ રમી હોત, તો તમે 25 દિવસ રમ્યા હોત. ત્યાર બાદ તમે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે સીરિઝ રમત.'