IND vs ENG: કેએલ રાહુલ લોર્ડ્સમાં સદી ફટકારીને આઉટ, ક્રિકેટની દુનિયામાં રચ્યો ઈતિહાસ
IND vs ENG: કેએલ રાહુલે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પોતાની શાનદાર બેટિંગને શરૂ રાખતા ઇતિહાસ રચી દીધો છે. ટેસ્ટ સીરિઝ પહેલા મેચમાં સદી ફટકાર્યા બાદ રાહુલે હવે લોર્ડ્સમાં પણ સદી ફટકારી દીધી છે. રિષભ પંત 74 રન બનાવીને આઉટ થઈ ગયો છે. ત્યારબાદ કેએલ રાહુલ પણ સદી ફટકારીને આઉટ થઈ ગયો છે.
ભારતીય ક્રિકેટમાં રચી દીધો ઈતિહાસ
લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયાના ઓપનરે પોતાની 9મી ટેસ્ટ સદી પૂર્ણ કરી. તેની સાથે જ રાહુલે તે કરી બતાવ્યું, જે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ અગાઉ માત્ર એક વખત થયું હતું. રાહુલ આ ઐતિહાસિક મેદાનમાં એકથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા માત્ર બીજા ભારતીય બેટર બની ગયા છે.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડમાં રિષભ પંતનો દબદબો, વિવિયન રિચર્ડ્સનો રેકોર્ડ તોડી લોર્ડ્સમાં રચ્યો ઈતિહાસ
લોર્ડ્સમાં ટેસ્ટ સીરિઝના ત્રીજી મેચના ત્રીજા દિવસે શનિવારે (12 જુલાઈ) ટીમ ઇન્ડિયાની પહેલી ઇનિંગ દરમિયાન રાહુલે આ કમાલ કરી હતી. બીજા દિવસે અડધી સદી ફટકારીને 53 રન પર અણનમ પરત ફરેલા રાહુલે બીજા દિવસે થોડો આક્રામક અંદાજ બતાવ્યો. આ દરમિયાન બ્રાયડન કાર્સની એક ઓવરમાં તો રાહુલે સતત ત્રણ ચોગ્ગા પણ ફટકાર્યા. આ દરમિયાન રાહુલે પંતની સાથે મળીને ટીમ ઈન્ડિયાને 250 રનને પાર પહોંચાડી દીધી.
આ પણ વાંચો: T20 વર્લ્ડકપ 2026 માટે 15 ટીમ ક્વૉલિફાઈ, હજુ 5 ટીમ ખૂટે છે, પહેલીવાર આ ટીમ રમશે